________________
ધર્મ કયાં છે ?
૬૩૧
विद्याविनयसंपन्ने ब्राह्यणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ આને અર્થ કરતાં કંઈ એમ કહે કે “સમરિના” કહ્યું છે “તમવતિનર”નહિ અથત બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરું અને ચાંડાલ એમના પ્રત્યે સમાનદષ્ટિ રાખવાનું કહ્યું છે, વ્યવહારમાં સમાન ગણીને વર્તવાનું કહ્યું નથી–તે જ પ્રમાણે કઈ કહે કે અહી “રમ”ને અર્થ બ્રહ્મ છે, અર્થાત એ સહુમાં બ્રહ્મ જોવાનું કહ્યું છે, સઘળાંને સમાન ગણીને વર્તવાનું કહ્યું નથી–તે આ બંને વ્યાખ્યાન નિરુત્તર નથી, તથાપિ ગભીરતાથી સાંભળવા અને ઉત્તર દેવા જેવાં છે; પરંતુ જ્યારે એમ વ્યાખ્યાન કરવામાં આવે કે જુઓ ' ભગવાને શું કર્યું છે? એક તરફ બ્રાહ્મણ અને ગાય રાખ્યાં અને બીજી તરફ કૂતરું અને ચાંડાલ રાખ્યાં અને વચમાં હાથી મૂકે, એટલે બ્રાહ્મણ અને ગાયને કુતરૂ અને ચાંડાલ સ્પર્શ કરી શકે નહિ! શે બુદ્ધિને દુરુપયોગ! અમને તો એને બુદ્ધિને વિલાસ કહેતાં પણ શરમ આવે છે.
[વસન્ત, પિષ, સંવત્ ૧૯૯૧ ]
ધર્મ કયાં છે? સહુને વિદિત છે, આરંભમાં જેઓ શંકાશીલ હતા અને ગાંધીજીના કાર્ય માટે અનેક પ્રેરક હેતુ આપતા હતા તેઓ પણ અત્યારે કબૂલ કરશે કે–ગાંધીજીને આત્મા એના ઊંડાણમાં, તેમ જ એના બાહ્ય દર્શનમાં, અતી ધાર્મિક છે.
વર્તમાન સમયમાં ધાર્મિકતા કયાં છે? કેટલાક લોક ફરજ ખાતર ફરજ કરવી એટલે કે “કાગ” એને ધાર્મિકતા માને છે. પણ એ ધામિકતા નથી કર્મ, ફરજ સમઝીને જ કરેલું કર્મ પણ, “કર્મયોગ” નથી, પ્રભુ સાથે એ કર્મ જોડાય ત્યારે જ એ “કર્મયોગ બને છે–તેમ અમુક કાર્યાવલિ આચરવાથી ધામિકતા સિદ્ધ થતી નથી. એ કાર્યાવલિ જે ધાર્મિકતા રૂપી મૂળમાંથી પ્રગટ થાય છે એ મૂળનો સાક્ષાત્કાર કરે એમાં જ ધાર્મિકતા રહેલી છે.
નિખાલસપણે બોલીએ તે, ધાર્મિકતાને અભાવ એ આ જમાનાની એક લાક્ષણિક ઊણપ છે. અમારા સમયમાં એ નહોતી. એ દિવસોમાં બે