________________
સાયન્સ અને તત્ત્વ
૧૮
સાયન્સ અને તત્ત્વજ્ઞાન
Pshychologists may tell us how to influence our fellow-men and medical science may tell us how to keep alive, but to what end and in what manner are we to live? By what star are we to set our course? What are the abiding values? What kind of society, in short, produces the highest civilisation, and what are the conditions for the survival of such civilisation when it is attained ? "
""
દૃશ્ય
ww
ઉપરના ઊતારા—જે બ્રિટિશ એસેાસિએશનના સાયન્સ વિભાગના છેલ્લા મેળાવડામાં પ્રમુખે કરેલા ભાષણના અવલેાકનમાં એક પ્રતિષ્ઠિત પત્રે કરેલી ટીકા છે—એમાં ઇટાલિક ટાઈપમાં મૂકેલા શબ્દો અમે એ પ્રમાણે મૂકાવ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાયન્સ આપણુને જીવાડી શકે, બહુ તે જીવતાં શીખવી શકે, પણ જીવનના હેતુ શે ? અને એ હેતુ સિદ્ધ કરવા આપણે કેવી રીતે જીવવું જોઇએ ? કેવી રીતે જીવતા જનસમાજ સંસ્કૃતિને શિખરે પહોંચે, અને કેવા પ્રકારની સંસ્કૃતિ ટકવાનું વિશેષ સામર્થ્ય ધરાવે છે ?—આ પ્રશ્નો તેા જુદા જ છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનના છે.
આ ટીકા ખરાખર છે અને વાચકને યાદ હશે કે જ્યારે તત્ત્વજ્ઞાન શું? અને સાયન્સ શું ? એના વિચાર પ્રત્યે ગુજરાતની આંખ જ ઊધડી નહોતી ત્યારે એ આંખ ઉધાડનાર—પચાસ વર્ષ ઉપર ઉધાડનાર——૧૦ મણિલાલ નભુભાઈ દ્વિવેદી હતા. એ મહાન વિચારક અને વિદ્વાન એમના યુગથી બહુ આગળ હતા, પણ આપણે ત્યાં જે યુગપલટા થયા તે જુદા જ પ્રકારના થયે, અને તેમ થવાથી સ્વ. મણિલાલને એમના મૃત્યુ પછી પણ નવા યુગ પાસેથી કદર મેળવવાના વખત જ ન આવ્યા.
પૂર્વોક્ત ટીકા ઉપર વર્તમાન દ્રષ્ટિથી જરા વિચાર કરવા જરૂરને છે. આ વાત અત્યારે બેશક સિદ્ધ છે કે સાયન્સ જ્યાં આવીને અટકે છે તે પછીની પ્રશ્નમાળાના ઉત્તર એ તત્ત્વજ્ઞાનના વિષય છે. પણ તત્ત્વજ્ઞાન જૈ ઉત્તર આપે છે તે ઉપરથી સાયન્સ પેાતાના અધિકાર ઊઠાવી લેતું નથી. એ કહે છે કે—કયી મનુષ્યસંસ્કૃતિ ટકે છે અને કયી વિનાશ પામે છે