________________
૪
તત્ત્વજ્ઞાનનું પ્રયાજન
ઉપસ્થિત કરે છેઃ તત્ત્વજ્ઞાનનું પ્રયાજન શું? બલ્કે એ પ્રશ્નની પાર જઈ એમ પણ પૂછી શકાય છે કે તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન ખાતર જે, અર્થાત્ સ્વયં પ્રયોજન છે કે કાઈ વ્યાવહારિક ઉપયેાગિતાવાળું, પ્રયેાજન છે? • બ્રિટિશ ઇન્સ્ટિટયૂટ એક લેાસેાફ્રિ' ના અધ્યક્ષ સર હરખચૅમ્યુઅલ જે લિબરલ પક્ષના રાજ્યતન્ત્રી છે, એમણે ગઈ સાલના એમના વાર્ષિક ભાષણમાં આ પ્રશ્ન તત્ત્વનેાના મડળ સમક્ષ રજુ કર્યાં હતા, અને એ ઉપર લેખમાળા માગી હતી થાડાક વિલમ્બ પછી, જે લેખમાળા પ્રકટ થઈ છે તેમાં બ્રિટનના કેટલાક પ્રતિષ્ઠિત તત્ત્વશાસ્ત્રીએએ જુદા જુદા મત દર્શાવ્યા છે. અધ્યક્ષે તે પેાતાના વિચારનું દિગ્દર્શન આરંભમાં જ કરાવી દીધું હતું તે એ કે અત્યારે જગત્ અસંખ્ય વ્યવહારૂ પ્રસૌથી છિન્નભિન્ન થઈ રહ્યું છે એના ઉકેલ લાવવામાં તત્ત્વજ્ઞાને ઉપયાગી થવું જોઈએ; અને તે ન થાય તેા તત્ત્વજ્ઞાનનું કાંઈ પ્રયેાજન નથી. આથી ઉલટા મત જ્ઞાનખાતર જ જ્ઞાનવાદીઓના છે. એએ તત્ત્વજ્ઞાનને માથે વ્યવહારૂ મુશ્કેલીઓ દૂર કરવાના ભાર નાંખતા નથી. આ ખે પક્ષની વચમાં ત્રીજો મત એ છે કે તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન ખાતર તેા છે, પણ તે સાથે વ્યવહારમાં પણ ઉપકારક છે; અર્થાત્ અને રાજપદેથી ભ્રષ્ટ કરી સેવકને સ્થાને મૂક્યા વિના, બીજી રીતે કહીએ તેા શુદ્ધ વાતાવરણમાંથી ઊતારી ધૂળમાં રગદાળ્યા વિના, એના પ્રકાશ અને ખળથી આપણા અનેક વ્યાવહારિક પ્રશ્નોને આપણે ખુલાસા કરી શકીએ છીએ; અ, એવા પ્રશ્નોને આખરને અને કાયમના નીવેડા તત્ત્વજ્ઞાનની ઊંચી ભૂમિકા ઉપર જ શક્ય છે. આ ઊંચી દૃષ્ટિને અભાવે જ લીગ એક્ નેશન્સ” ની નિષ્ફળતા સિદ્ધ થઈ છે. આ બનાવ પછીની ટીકા નથી, પણ પ્રથમથી જ કારણસર ભાખી રાખેલી અનેક વિદ્વાનેાની ભવિષ્ય વાણી છે. પણ આ ઉપયેાગિતા એ જ તત્ત્વજ્ઞાનનું પ્રયાજન નથી. તત્ત્વને અધિકાર છે કે એને કાઈ જાણે, અને આપણા પણ અધિકાર છે કે આપણે તત્ત્વને જાણીએ. તત્ત્વનું જ્ઞાન વ્યવહારમાં પણ ઉપયેાગી છે એ આ સુસંશ્લિષ્ટ અખડાકાર વિશ્વરચનામાં એને એક આનુષંગિક લાભ છે, પણ એટલાથી જ એની કિમતની આંકણી કરવાની નથી.
વિસન્ત, ફાલ્ગુન, સં. ૧૯૯૨]
'
ป
}