________________
આત્મ–અનાત્મ-દષ્ટિ
૬૧૧
વગર એ પ્રવૃત્તિઓનું મધ્યબિન્દુ શી રીતે સંભવે? પણ આમ સઘળી પ્રવૃત્તિઓ કાયમ રાખીએ, અને એમને આત્મામાં સમાવીએ, તે પછી આત્મદષ્ટિ અને અનાત્મદષ્ટિ વચ્ચે ભેદ ક્યાં રહ્યા ? એમ શંકા થાય એનો ઉત્તર કે અનાત્મદષ્ટિ તે તે અનાત્મ પદાર્થને-ધન, રાજ્ય, સત્તા આદિને–તે તે પદાર્થ રૂપે ગ્રહણ કરે છે. આત્મદષ્ટિ તે તે પદાર્થની કિમત આત્માની દૃષ્ટિથી જ–આત્માને સૌના મધ્ય સ્થાને મૂકીને–આંકે છે. આત્મા શન્ય ખાખુ (vacuum) નથી, પૂર્ણ ભરપૂર–સભર ભર્યો– પદાર્થ (plenum) છેઃ ઉપનિષદુ વારંવાર સંભળાવે છે તેમ, “પૂમડ पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥" “આ પૂર્ણ, અને પેલું પણ પૂર્ણ, પૂર્ણમાથી પૂર્ણ ઉલેચવામાં આવે છે, તે પણ, પૂર્ણમાથી પૂર્ણ લેતા પણ, પૂર્ણ જ બાકી રહે છે.” અને તેથી આત્મામાંથી અનાત્મપદાર્થને ઉલેચી નાખતા પણ આત્માની પૂર્ણ તામાં ખામી આવતી નથી. કારણકે અનાત્મ પદાર્થ તે આત્માથી ભિન્ન નથી, પણ આત્માને વિલાસ છે. અનાત્મપદાર્થ આત્માથી ભિન્ન નથી છતા આત્મષ્ટિ અને અનાત્મદષ્ટિ વચ્ચે ભેદ પાડવાનો, અને તેમાં એકને યથાર્થ અને બીજીને મિથ્યા કહેવાનો હેતુ એ છે કે આમામાથી અનાત્માનો ખુલાસો થઈ શકે છે, અનાત્મામાથી આત્માને થઈ શકતો નથી. આમ આત્મા જ વિશ્વનું કેન્દ્ર છે એ ખરૂ, તે પણ ઉપર કહ્યું તેમ ધ્યાનમાં રાખવાનું છે કે આત્મા અનાત્માથી ખાલી નથી પણ અનાત્માથી ભરેલો છે. એ અનાત્માને પિતામાથી ઊપજાવી પોતાના રંગથી રગે છે, પિતાના રસથી રસે છે, પિતાની જ દૃષ્ટિથી દષ્ટિગોચર કરે છે.
પ્રાચીનકાળમાં કેવળ હિન્દમાં જ નહિ, પણ પશ્ચિમની બીજી સુધરેલી પ્રજાઓમાં પણ ઉપર પ્રમાણે આત્મષ્ટિનુ ગૌરવ હતુ. પણ પશ્ચિમના ઈતિહાસમાં એક સમય એવો આવ્યો કે આત્મદષ્ટ કજળાઈ ગઈ અને જડવાદે જીવન ઉપર રાજ્ય બેસાડયુ. સામાજિક બંધારણ એકબીજાના સાહાચ્ય (co-operation) ને બદલે પરસ્પર હરીફાઈ (competition) ઉપર બંધાયુ, અને એથી અનાત્મષ્ટિ વધારેને વધારે ફાલતી ગઈ. આપણે ત્યાં અનાત્મદષ્ટિએ આત્મદષ્ટિને લાપી તો નહિ, પણ આત્મ* ડા. ટાગોરને આવો સંન્યાસધર્મ ઈષ્ટ પણ ન જ હોય, નથી જ. * ધન, ગૃહ, રાજ્ય આદિ અનાત્મપદાર્થ મળીને જે સંસ્કૃતિ બને છે તે આત્માને જ વિલાસ છે.
બેસાડ. આત્મદષ્ટિ
co-ope
petition)