________________
ત્રણ હરિકીર્તન
૫
વિવાહ વય અને સંમતિ વયના કાયદા સંબંધી જે મિલ લેજિસ્લેટિવ એસેમ્બલિ આગળ આવનાર છે એ સામે શાસ્ત્રને આધારે વિરાધ ઉઠા વનારને ઉપર જણાવેલી વસ્તુસ્થિતિ ધ્યાનમાં લેવા અમારી વિનંતિ છે, , [વસન્ત, પોષ, સં. ૧૯૮૫]
૧૪
ત્રણ હરિકીર્તન
39
..
ગયા ઉન્હાળામાં મ્હારે ત્યાં રા. રા. ભાઈ ચન્દ્રશકર અને એમનાં પત્ની સૌ. સુધા મ્હેને રા. ચન્દ્રશ’કરનાં કાવ્યા, એક પ્રસંગાચિત પ્રસ્તાવના કરીને અને ખીજાએ એનું ગાન કરીને, અમને સંભળાવ્યાં, સમઝાવ્યાં. પ્રસંગાપાત્ત વાતમાં રા. ચન્દ્રશંકરને મ્હે કહ્યું: ' ચન્દ્રશ કર, એકાદ સુન્દર હરિકીન સાંભળવાનું મન થયું છે, પણ હવે હિરદાસ બહુ ઓછા થઈ ગયા છે, અને પ્રસંગ આવતા નથી. રા. ચન્દ્રશકરે એમની લાક્ષણિક સૌજન્યથી એ વાત સ્મૃતિમાં સંધરી લીધી અને સુન્દર હરિકીત ન કરનાર ડાકારનિવાસી રા. રા. ગિરિજાશંકર દેવશ'કર ભટ્ટને નડિયાદ તેડ્યા અને મને નિડયાદ ખેલાવ્યે . હું આનન્દથી ગયા. “ ડાહીલક્ષ્મી લાઈ બ્રેરી ” માં રા. ગિરિજાશંકરે ત્રણ ટંક વિવિધ રૂપનાં ત્રણ હિરકીતન કર્યા : પહેલું તુલસીદાસના રામાયણમાંથી, રામચન્દ્રજી ગંગા ઊતર્યાં તે વખતે કેવટ (કૈવર્ત=હાડીવાળા) સાથે થયેલા સંવાદને લગતું હતું; ખીજાં રઘુવંશના ખીજા સગમાં વસિષ્ઠ ઋષિની ગાયનું રક્ષણ કરતાં દિલીપરાજા અને સિ' વચ્ચે મંવાદ છે તે વિષે હતું; અને ત્રીજા, અશ્વત્થામાએ પાંડવાનાં ખાળ મારી નાંખ્યાં અને એને પકડીને અને દ્રૌપદી આગળ ઊભા કર્યાં તે વખતે દ્રૌપદીએ એને ક્ષમા આપી; અને છતાં એ દુષ્ટ એની દુષ્ટતા ન છેડતાં ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર મૂક્યું, તે સામે ભગવાન શ્રીકૃષ્ણે સુદર્શનચક્ર મૂકી ગર્ભની રક્ષા કરી એ વસ્તુનું હતું. વિષયની પસંદગી અનેક રસથી ભરપૂર હતી, અને તે સાથે સંગીત ઊંચા પ્રકારનું, અને વચ્ચે ભક્તિના ઉદ્ગાર સાચા હૃદયના હતા. એમાંના ખીજા અને ત્રીજા કીર્તનનાં પદ્યો જે રા. ગિરિજાશંકરે પેાતે સંસ્કૃતમાંથી ગૂજરાતીમાં ઊતાયા છે, તે નીચે આપ્યાં છે, પણુ કીર્તનના પૂરા ખ્યાલ લેવા માટે તે વાચકે એને ગાઈ લેવાં, વા ગવાતાં કલ્પનામાં પ્રત્યક્ષ કરવાં, ભક્તિરસમાં આત્મનિમજ્જન કરવું, એ રસમાં આત્માને તમેાળ કરવા.