________________
૬૦૨
પ્રાર્થના
એવી જૂનાધિકતા થઈ શકે કે એની કાર્યકારણુભાવની સાંકળ તેડી શકાય એમ માનવું એ જગતમાં ઉપલબ્ધ થતી વસ્તુસ્થિતિથી ઉલટું છે એટલું જ નહિ, પણ એવી માન્યતાથી તે જગતને તેજમાંથી કાઢી અન્ધકારમાં નાંખવા જેવું થાય છે. કારણ કે, જગતમાં મનુષ્ય વ્યવહાર કરી શકે છે તે એવી માન્યતાથી જ કે જગત નિયમબદ્ધ છે, એમાં ન્યૂનાધિકતા થઈ શકતી નથી, અને એની કાર્યકારણુભાવની સાંકળ તેડી શકાતી નથી. તમે બેલો છે અને હું કાન દઉં છું તે એવી માન્યતાથી જ કે જે શબ્દ તમે ઉત્પન્ન કર્યો છે તે શબ્દતરંગના વિસ્તારના નિયમાનુસાર હારા શ્રવણને પહોંચશે, અને એ ઈન્દ્રિયગોચર થતાં ભાષાના નિયમાનુસાર હું એને અર્થ કરી શકીશ. હવે, વિષયને–પ્રાર્થનાને–આ વાત લાગુ પાડતાં દેખાશે કે પ્રભુને પ્રાર્થના કરવી એ મૂર્ખતા છે, કારણ કે પ્રાર્થનાથી પ્રકૃતિના નિયમ તોડી શકાય નહિ, પ્રભુ પિતે એ નિયમ તેડતા નથી, તેડી શકે જ નહિ.
અર્વાચીન યૂપે પ્રાર્થના સામે આ હે વાંધો “Natural Order” યાને ભાતિક પ્રકૃતિના નિયમઠારા જોયે. આપણું પ્રાચીન પૂર્વજોએ એ જ વાંધે વિશ્વના “Moral Order” યાને કર્મફલાગના મહાનિયમઠારા જોયો હતો. તેઓને મુશ્કેલી એ પ્રતીત થઈ હતી કે કર્યો કર્મનાં ફળ ભેગવવાં જ પડે, અને જે ભેગવીએ છીએ તે કર્યો કર્મનાં ફળ જ છે, ત્યાં પ્રાર્થનાથી આપણે ઈશ્વર પાસે શું કરાવી શકીએ ? કાંઈ જ ન કરાવી શકીએ, બલ્ક, મીમાંસક સિદ્ધાન્તાનુસાર, કર્મને મહાનિયમ એ જ ઈશ્વર છે.
આ આક્ષેપે–પ્રાચીન તેમ જ અર્વાચીન જગતમાં વિદબુદ્ધિના જ ઉભયકાળમાં જનસમુદાય તે પ્રાર્થનાને માને છે જ. પ્રભુ “વર્ણન, સ , સાજથાતું સમર્થ:' છે એ સર્વદેશમાં અને સર્વકાળમાં ઈશ્વર સંબન્ધી મનુષ્યજાતિની સામાન્ય સમઝણ છે, અને એ સમઝણને પોષનારાં આપણે ત્યાંના સાહિત્યમાં બે ઉત્તમમાં ઉત્તમ દષ્ટાન્ત તે દ્રૌપદીવસ્ત્રપૂરણ અને ગજેન્દ્રમેચન છે. એના વિવેચનમાં ઊતરવાનું કે એના આધ્યાત્મિક અર્થ તારવવાનું આ સ્થાન નથી, પણ એ બે દૃષ્ટાન્તના સ્મરણપૂર્વક *આપણું પ્રાચીન પૂર્વજોને Natural Order યાને પ્રકૃતિના મહાનિયમનું ભાન નહોતું એમ તાત્પર્ય નથી. એ ભાનના તે ઘણું પૂરાવા છે. પણ પ્રાર્થના અને ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાન્તમાં નડેલો વધે તે મુખ્યભાગે કર્મનો મહાનિયમ હતે.