________________
કવિ અને મહાત્મા
૦૭
ત્રીજામાં કવિ પશ્ચિમની સંસ્કૃતિ ત્યજી પૂર્વની સંસ્કૃતિ સ્વીકારવા ગાંધીજી જે ઉપદેશ કરી રહ્યા છે તે સામે કહે છે કે ખરી સંસ્કૃતિની ભાવના તે પૂર્વ અને પશ્ચિમના સમન્વય છે, અને એ સમન્વયને બદલે વિધ ઉપદેશવામાં ગાંધીજીની ભૂલ રહેલી છે.
ગાંધીજીએ વચલા પત્રના ઉત્તર વાળ્યા છે. પણ એમાં અસહયેાગ એ વસ્તુતઃ ભાવાત્મક જ છે એમ સિદ્ધ કરવાના એમના યત્ન નથી. પ્રત્યુત અભાવાત્મક પ્રવૃત્તિના અચાવ છેઃ ઉદાહરણુ——સદાચારી જીવન ગાળવા માટે પાપના સંગ ત્યજવા જોઈ એ, ખેતરમાં સારા પાક ઉપજાવવા માટે નકામાં જડીઆં ઉખાડી નાંખવાં જોઈ એ. ઇત્યાદિ કહે છે. અને કવિશ્રીએ બ્રહ્મવિદ્યા અને બૌદ્ધધના ઉપદેશના ભેદ દૃષ્ટાન્તરૂપે લેતાં ઔદુધર્મના ‘નિર્વાણ' સામે ઉપનિષદ્ના ‘મુક્તિ’ શબ્દ મૂક્યા હતા. કવિશ્રી ઉપનિષદ્ની ભાવના બ્રહ્મભૂય,' બ્રહ્મભાવ,' સત્સંપત્તિ' ઇત્યાદિ અનેક ભાવાત્મક શબ્દોમાં પ્રકટ કરી શકતઃ પરંતુ દુર્ભાગ્યે એમણે ‘મુક્તિ' શબ્દના ઉપયાગ કર્યો—જેથી મહાત્માજીને બતાવવું સહેલું થયું કે ‘મુક્તિ' એટલે છુટવું, એ પણ નિર્વાણુ જેવું જ અભાવાત્મક, અને વળી ઉપનિષદ્ પણ નકારભાવના મહિમા ‘નેતિ નેતિ' એ મહાવાક્યમાં પાકારે છે.
×
×
આપણા પ્રાચીન સાહિત્યમાં “ હનુમાન ગરુડના સંવાદ ” સુપ્રસિદ્ધ છે; બંને એકએકથી ખળાયા છે, બંને વિષ્ણુ ભક્ત છે. મહાત્મા અને કવિવરના સંવાદમાં આપણી પ્રાકૃત મતિ ાને વિજયમાળ પહેરાવી શકે? તથાપિ બંને આગળ એક એક ક્ષણ એ માળ ધરી હેાય તે કેવું ?
×
મહાત્મા ભૂલી જાય છે કે કવિશ્રી કવિસંપ્રદાયમાં મગાળાના વૈષ્ણવ ધર્મના અને બ્રાહ્મધર્મ” ના અનુયાયી છે. એમનું બ્રહ્મ શંકરાચાર્યનું ‘નૈતિ નેતિ' નથી, પણ વૈષ્ણવ આચાર્યોનું સત્ ચિત્ અનન્ય છે. એટલે નેતિ નેતિનું પ્રમાણુ એમને શું કામ આવે? કવિશ્રીએ અસહયેાગ’ ને અભાવાત્મક કહ્યો ત્યારે એના એક દેશ ઉપર જ દૃષ્ટિ રાખી—જે એક દેશની પણ મહાત્માજીએ પેાતાના વાદમાં રક્ષા કરી. પણ વસ્તુતઃ સાચા અને ઊડા અસહયેાગ' તે આનુશસ્ય' અને અહિંસા' શબ્દની મા દેખીતા જ અભાવાત્મક છે; જેમ અહિંસા' તે સૂકું વેરાન નહિ પણ કરુણા અને મૈત્રી (પ્રેમ)નું ભર્યું પૂર છે, તેમ ખરા અને ઊંડા અસહયાગ’ તે સરકારને ત્યાગ નહિ, પણ આત્મબળના સાક્ષાત્કાર છે.