________________
૬૦૪
પ્રાર્થના
વાત–દસ દસાડીઆ ઊજાણુએ ગયા, ઝાડ નીચે પહોંચીને સંઘનાં માણસ ગણવા માંડયાં, ત્યાં નવ થયાં ! ગણનારે પિતે પિતાને જ ન ગણ્યો ! તેમ, મનુષ્ય જ્યારે વિશ્વના નિયમ દઢ છે, એમાં રેખ પણ આડી અવળી ખસેડી શકાતી નથી, એમ કહે છે ત્યારે વસ્તુતઃ જડપ્રકૃતિને પિતાના પ્રજનને ભાગે વાળી શકનાર એવી પિતાની જ ચિતન્ય શક્તિને એ ભૂલી જાય છે.
એમ કહેવામાં આવશે કે જડપ્રકૃતિના પ્રવાહને મનુષ્ય સ્વશક્તિથી યથેચ્છ વાળી શકે છે એમ નથી, પણ જડપ્રકૃતિના પ્રવાહમાં મનુષ્યપ્રકૃતિને પ્રવાહ ભળે છે, અને પ્રત્યેક તિપિતાના નિયમને અનુસરે છે; અથવા તે, મનુષ્ય અને બાહ્ય જગતમાં એક જ મહાપ્રકૃતિના નિયમ પ્રવર્તી રહ્યા છે. અર્થાત્ જે કાંઈ છે–બાહ્ય વા આર–તે સઘળું અચળ નિયમને વશવર્તી છે. આમ ઉભયથા નિયમ જ નિયમ છે, વૈરચારી કશું નથી. તેમાં એક ખંડ બીજા ખંડ સાથે સંબંધમાં આવી એકબીજા ઉપર અસર કરતે જણાય, પણ એ બે ખંડમાં, વા બે ખંડ ભળી જે એક ગોલ બ્રહ્માંડ) થાય છે તેમાં, બહારથી કોઈ એક સૂચી (ટાંકણી) પણ ભેંકી શકે એમ નથી.
જ નિયમ છે, સ્વૈરચારે
થીજા ખંડ સાથે
પર અસર કરતે
આ વિશ્વ—દ્રષ્ટા અને દશ્ય ઉભય મળી–એક અખંડ પદાર્થ છે એ કબૂલ છે. પણ એ અખંડ પદાર્થ શું છે એ વિચારની બાબત છે, અને એને યથાર્થ નિર્ણય દુરબીનને કયે છેડેથી આપણે જોઈએ છીએ એના ઉપર આધાર રાખે છેઃ બને છેડા સરખા નથી–એક છેડેથી જોતાં વિપરીત ભાસ બલકે અધકાર છે, બીજે છેડેથી પ્રકાશ અને યથાર્થદર્શન છે. એક છેડેથી દ્રષ્ટા તે તે દશ્યને એક વિભાગ બની જાય છે, બીજે છેડેથી લેતાં દશ્ય તે દ્રષ્ટાથી સર્જાતે અને ઘડાતો પદાર્થ પ્રતીત થાય છે. આ (૧) દ્રષ્ટા અને દશ્યને વિવેક, અને (૨) દ્રષ્ટાથી દશ્ય બને છે, દશ્યથી દષ્ટ બનતું નથી એ સિદ્ધાન્ત, તે અદ્વૈત વેદાન્તનાં ત્રણ પગલાંમાંનું પહેલું અને બીજુ પગલું છે. દ્રષ્ટા અને દશ્યનો ભેદ સમજો, અર્થાત દશ્યમાં દ્રષ્ટાને સમાવી દેવો નહિ, મનુષ્ય તે પ્રકૃતિનું જ પૂતળું છે એવી પૌરુષહીન મતિ રાખવી નહિ, એ વેદાન્તનું પહેલું પગલું. તે પછી, દશ્ય દ્રષ્ટાને સજેલો અને નિરન્તર સજતે પદાર્થ છે, અને દ્રષ્ટા એને સ્વપ્રજનાનુસાર ઘડી શકે છે એવી પૌરુષમય મતિ કરવી એ વેદાન્તનું બીજું પગલું. (ત્રીજા પગલાની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે). આ બીજું