________________
૫૯૮
શાન્તિ પાઠ
કે બિલાડી મરઘીનાં બચ્ચાં ઉપર તલપા મારે છે કે તુર્ત એ બચ્ચાંની ભાના પિતાના જીવ તરફ જોતી નથી, પણ એ જીવનું બલિદાન આપીને પણ પિતાનાં બચ્ચાંને બચાવવાને યત્ન કરે છે. એ જ રીતે ગર્ભસંરક્ષણ પણ અનેક કષ્ટ સહન કરીને માતા કરે છે. આથી સ્પષ્ટ છે કે મત્સ્ય ન્યાય એ સમસ્ત પ્રકૃતિને ન્યાય નથી. અને મનુષ્ય જે મનનશીલ પ્રાણી છે એને મુનાસબ છે કે પ્રકૃતિમાં જે તામસી અંશ છે એને સર્વથા, અને રાજસને બહુ ભાગે દૂર કરવો જોઈએ, અને એને ઠેકાણે સત્ત્વની સ્થાપના કરવી જોઈએ.
૩ એક ત્રીજું સત્ય-જે એ જ બીજા સત્યમાંથી ફલિત થાય છે, અને એનું જ એક વિશેષ ઉદાહરણ છે. અમે હિન્દી જન સારી રીતે સમઝી ગયા છીએ કે આ કાળમાં બ્રિટિશ સામ્રાજ્ય જેવું સામ્રાજ્યજેમાં સૂર્ય ભગવાન સદેદિત રહે છે–એ પણ ફ્રાન્સ અમેરિકા ઈટલિ જાપાન એની સહાયતા વા મિત્રીથી જ વિજય પામી શક્યું છે. અર્થાત તાત્પર્ય કે આ સમય એકલાનો નથી, સંઘનો છે. એ જ રીતે, હિન્દુસ્થાન પણ જે કેવળ સ્વતન્ન થઈને રહેવા ઈચ્છશે તો તે બની શકવાનું નથી. એને અવશ્ય બીજા રાજ્યોની મિત્રી હોવી જોઈએ. અને એમ છે તો, બ્રિટિશ સામ્રાજ્યની સાથે આપ પ્રભુએ જે અમારે સંબન્ધ જોડી આપો છે એ જ બચે રહે એમ અમે ઇચ્છીએ છીએ, અને બીજી બાજુએ– બ્રિટિશ પ્રજાને પણ જાણમાં આવી ગયું છે કે હિંદુસ્થાન ઉપર રાજ્ય કરવું એ હિન્દુસ્થાન ઉપર ઉપકાર કરવા વાસ્તે નથી. અથવા તો કેવળ પિતાને માલ વેચવા સારુ જ નથી. કેનેડાને બાદ કરતાં, પૃથ્વીના નકશા ઉપર નજર નાંખતાં જણાય છે કે હિન્દુસ્થાન બ્રિટિશ સામ્રાજ્યના મધ્ય સ્થાનમાં છે. એક તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલંડ, બીજી તરફ દક્ષિણ અને પૂર્વ આફ્રિકા, અને ત્રીજી તરફ ઈજિપ્ત અને મેસેમિઆ આવેલાં છે. એ સર્વનું રક્ષણ ત્યારે જ થઈ શકે કે જ્યારે હિન્દુસ્થાન–જે સૌના હદયસ્થાને છે–એ બલિદ હોય. સુવેઝનું દ્વાર કદાચિત બંધ થઈ જાય તે આ તરફ બ્રિટિશ સામ્રાજ્યની મોટી ખરાબી થઈ જાય. એટલા માટે હિન્દુસ્થાનને સ્વપર્યાપ્ત કરવું જોઇએ અને એને સ્વપર્યાપ્ત કરવાથી બ્રિટિશ સામ્રાજ્યને વિશેષ ભાગ સ્વપર્યાપ્ત થઈ જાય છે. સ્વપર્યાપ્ત એટલે કે પોતામાં જ સમાએલ, એટલે કે પિતાની ચીજો પોતે જ બનાવી લે-યુદ્ધની સેવા સામગ્રી, સૈન્ય સહવર્તમાન, અહી જ ઉત્પન્ન કરી શકે, અને તે લેવા શોધવા બહાર જવું ન પડે એવો. યુદ્ધમાં અસંખ્ય કારીગરીની ચીજો
એ છે (શનિના સમયમાં તૈયારી કરી રાખી હોય તો એનાં જ
ધાને
કહે
અહી જ
અસંખ્ય