________________
૪ થી ઓગસ્ટની પ્રાર્થના
૫૮૩ એટલી સન્મતિ હે પ્રભુ! અમે તારી પાસે નિરન્તર માગીએ છીએ.' પરાજય કરતાં વિજયના ભય ભારે છેઃ “સુખે સની અને દુઃખે રામ – એ નિયમાનુસાર અત્યારે તે તું અમને સાંભરે છે પણ આ વિષમ સ્થિતિમાંથી જ્યારે અમે વિજયની સ્થિતિમાં આવીએ–અને આવીશું જ એમ અમને ખાતરી છે, કારણ કે અમે તારા સૈનિક છીએ–ત્યારે અમે તને વીસરીએ નહિ એમ કરજે. તારા દઢ અવલંબમાં, તારા પવિત્ર નિયમના અનુસરણમાં જ, અમારું શ્રેય છે એને અનુભવ ખરે અણીને વખતે આ યુદ્ધમાં તે યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા) ને અમારા પક્ષમાં નાંખીને–અમને કરાવ્યું છે, અને એ અનુભવને બોધતારી કૃપાથી અમે કદી પણ ભૂલીશું નહિ, પણ ભૂલીશું એમ તને લાગે તે હજુ પણ યુદ્ધના અગ્નિથી એ બોધ અમારા હૃદય ઉપર તું વિશેષ આંકજે; યુદ્ધનાં દુઃખ કરતાં અમે એ બધને મહેાટે ગણીએ છીએ.
આ વિશ્વની અધિષ્ઠાત્રી દૈવી શક્તિને સધીને આપણી એટલી જ સ્તુતિ છે કે
दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिपतीव शुभांददासि । दारियदुःखभयहारिणि कात्वदन्या
सर्वोपकारकरणाय सदाचित्ता॥ સંકટને વખતે સ્મરણ કરતાં, પ્રાણિમાત્રને તું ભય હરે છે, અને સ્વસ્થ–સુખની–સ્થિતિમાં તારું સ્મરણ કરે છે તેને તે સારી મતિ આપે છે. હે દારિદ્રય દુઃખ અને ભય હરનારી દેવી ! સર્વને ઉપકાર કરવામાં જેનું ચિત્ત સદા લાગેલું છે એવું તારા વિના બીજું કોણ છે ?
[ વસન્ત, શ્રાવણ સંવત ૧૯૭૩ ]
તે
૧