________________
પર
૪ થી ઓગસ્ટની પ્રાર્થના એ હોય ત્યાં જ હોય જ એમ શી ખાતરી ? આના ઉત્તરમાં વળી– તે પછી તુરત જ શ્રુતિ કહે છેઃ
यो विश्वस्य प्रतिमानं बभूव
यो अच्युतच्युत् स जनास इन्द्रः। –એ આ વિશ્વનું પ્રતિમાન” યાને આદર્શ છેઃ વિશ્વ પિતાને રૂપસંસ્કાર એ “પ્રતિમાન ”ને પિતાની આગળ ધરીને કરે છે. વિશ્વની ઉત્ક્રાતિ એને પિતાની સંમુખ રાખી એને ધારણે ચાલવામાં રહેલી છે. અને એને ધોરણે જે ચાલે છે તેને વિજય નક્કી છે કારણ કે એ મહાશક્તિ પર્વતને ઉચાળવા–અડગમાં અડગને ડગાવવા સમર્થ છે. દેવી સંપતથી વિમુખ થએલાં, રેમન મેઘલાઈ અને પેશ્વાઈ જેવાં મહારાજે ગયાં–કયસર અને એની પ્રજા એ સંપતથી વિમુખ થઈને કેટલો વખત ટકી શકશે?
જઃ શાશ્વત મધ યાનાન
अमन्यमानान् शर्वा जघान । મહાપાપીને અને પ્રભુને ન ઓળખનારને, પ્રભુ પિતાનાં શસ્ત્રથી વિનાશ કરે છે. એમ કરવામાં પણ એ મહાશક્તિને હેતુ–
स्वर्ग प्रयान्तु रिपवोऽपि हि शत्रपूता
इत्थं मतिर्भवति तेष्वपि ते हि साध्वी ॥ मार्क० पुराण -શત્રઓ એનાં દિવ્ય શસ્ત્રના સંપર્કથી પવિત્ર મરણ પામી સ્વર્ગ જાય એ હિતકારી જ છે. યસર પડશે, એનું રાજ્ય તૂટશે–તે આ પાર્થિવ લોઢાનું જર્મની નાશ પામી સુવર્ણ સ્વર્ગીય જર્મની થાય તેટલા જ માટે.
હે પ્રભુ ! અમને વિજય આપ !—એમ કહેવામાં અમે અમારે નહિ પણ તારે જ વિજય પ્રાર્થીએ છીએઃ તારા વિના અન્ય કોઈનો વિજય સંભવ જ નથી. અમે પણ જ્યાં સુધી તારા રહીશું ત્યાં સુધી જ વિજયની આશા રાખી શકીશું. નેપોલિયન જ્યાં સુધી તારે પંથે ચાલ્યો–જગતની બેડીઓ તેડી એણે સ્વાતન્ય વિસ્તાર્યું ત્યાં સુધી એને વિજય રહ્યો; પણ જે ક્ષણે એણે જૂના રાજ્યની બેડીઓ તેડી પિતાની નવી બેડીઓ જગને પહેરાવવા માંડી, તે ક્ષણેથી એને દિવસ ફર્યો. જગતના દેવી ઈતિહાસનું આ એક મહાન સત્ય અમે કદી ભૂલીએ નહિ–