________________
આપણા ધાર્મિક દ્દારના માર્ગે
Wordsworth's lines about the moral effects of an impulse from a vernal wood are no mere idle fancy. You may not, strictly speaking, learn any new proposition in the moral sciences from a morning spent with the Mother in one of these moods, but indisputably you come away with all that makes for goodness and truth in you strengthened by the encounter.........Now it is easy to dismiss facts like these as the effects of imagination; but the problem they present is not to be got rid of in any such summary way.”
૫૭૦
અત્રે જણાવેલી પ્રકૃતિની ( ખાદ્ય પ્રકૃતિની ) ચેતનતા આપણા શાસ્ત્રોમાં હુ સ્પષ્ટ રીતે સ્વીકારેલી છેઃ પ્રકૃતિના પ્રત્યેક પદાર્થની • અભિમાની દેવતા' હાય છે એ વિચાર આપણા દેશમાં ભાગ્યે જ કાઈ ને અજાણ્યા હશે. પ્રકૃતિની મનુષ્યહૃદય ઉપર ગૂઢ અને અવર્ણ અસર છે એ સિદ્ધાન્ત ઉપર, આપણાં શાસ્ત્રોમાં ઉપદેશેલી ધાર્મિક ડેળવણીના મ્હોટા ભાગ રચાએલા છે. આ કારણથી જ શાસ્ત્રોમાં નદી—પર્વત—સમુદ્ર આદિ સ્થાને તીર્થો સ્થાપ્યાં છે, શરદ્ વસન્ત આદિ ઋતુયજ્ઞની વ્યવસ્થા બાંધી છે, અને મનેહર રીતે મનુષ્યને પ્રકૃતિની સાથે નિકટ સંબન્ધમાં લાવે એવાં વ્રત-પૂજનાદિક કલ્પ્યાં છે. અમને લાગે છે કે જ્યારથી આ દેશમાં, માત્ર ખાદ્ય વિધિ રહીને, પ્રકૃતિ સાથે મનુષ્યહૃદયના જીવન્ત સંબન્ધ બન્ધ થયા, ત્યારથી આપણી ધાર્મિક અવનતિ શરૂ થઈ. હજી હજારા હિન્દુ બદરિકાશ્રમ-નર્મદાતટ-ગેાદાવરી–પંચવટી આદિની યાત્રા કરે છે, આશ્વિન માસમાં નવાંકુર રૂપે જગદંબાનું યજન કરે છે, નવીન ધાન્ય દેવને ધરાવી પાતે જમે છે, પૂર્ણ ચન્દ્રનું લલિત રીતે પૂજન કરે છે, કાર્તિકી પૂર્ણિમાએ યાત્રાએ જાય છે અને સરિત્સંગમમાં ન્હાય છે, અને એ જ પ્રમાણે ત્રણે ઋતુમાં ભિન્ન ભિન્ન રીતે પ્રકૃતિ દ્વારા પરમાત્માને પામવા યત્ન કરે છે— છતાં એ સર્વ યત્ને નિષ્ફળ જતા લાગે છે. એનું કારણ એટલું જ કે હવે એ જડ વિધિ થઈ રહ્યા છેઃ આપણા લેાકેા ‘પ્રકૃતિ’ એવા પદાર્થ જે ભાગ્યે સમજે છે, એની સમક્ષ મનુષ્યહૃદય ખુલ્લું મુકી એમાં પ્રકૃતિને પવિત્ર અનિલ શી રીતે ભરવેા એ તે સર્વથા ભૂલી ગયા છે.
ઉપરના ‘common—place' —તદ્દન સાધારણ—લાગતા અંગ્રેજી