________________
દેશાન્તરેની ધામક સ્થિતિ
પહ? '
એને સ્વાભાવિક રીતે વિકસવા દેતાં જ એમાંથી વિવિધ પ્રકારના ધાર્મિક ભાવો ઉદ્ભવી આવે છે, અને આ રીતે વિવિધ ધર્મપથે અને સંપ્રદાય જન્મ પામે છે. પણ એ સર્વ પંથ-સંપ્રદાયની પાછળ ધાર્મિક એકતા હોવી જોઈએ. આપણે ત્યાં આવા અનેક પંથે હોવા છતાં, આવી એકતા સંપાદન કરવી અશક્ય નથી. આપણે કેળવાએલો વર્ગ ઈતિહાસદૃષ્ટિએ જોશે તે આપણું સર્વ પં –જૈન અને બૌદ્ધ ધર્મ સુદ્ધાં–મળી એક જ ધર્મસરિતાને પ્રવાહ બને છે. અને આપણો અભણ વર્ગ પણ “સર્વ વનમઃ ફાઉં બતિ અતિ ” એ સૂત્રનું રહસ્ય–ભગવાન બધા એકના એક” એ વાત–સારી રીતે સમજે છે.
[વસન્ત, માઘ સંવત ૧૯૫૯]
" The reality of the power of the Church of Rome is as remarkable with the cultivated classes as with the rougher, with the educated as well as ignorant, with those who have all worldly advantages no less than with those who have none, For poor and rich alike, their religion seems to be their greatest possession. True religion, however met, brings with it this equality before God. Among those of rank wealth and fashion, whether heriditary Catholics or newly won converts, their faith enters into, and I think, governs their lives to a degree rare among Protestants." (Vol. VII. p. 249 )
અર્થાત મન કેથલિક ધર્મ ગરીબ અને તવંગર સર્વ ઉપર એક સરખી રીતે ખરી પ્રબળ ધાર્મિક અસર કરે છે.
રેમન કેથલિક ધર્મની આ ઉત્કૃષ્ટતા ઉપર ખાસ ભાર મૂકવાનું કારણ એટલું જ કે રેમન કેથલિક ધર્મ આપણું ધર્મ સાથે ઘણી બાબતમાં સામ્ય ધરાવે છે અને આપણું ધર્મ જેવો જ વહેમી' મનાય છે, છતાં “હેમી” મનાતા ધર્મમાં ખરું ધાર્મિક બળ પ્રોટેસ્ટંટ જેવા શુષ્ક ધર્મ કરતાં વધારે હોય છે એ તરફ ધાર્મિક સુધારો કરવા ઈચ્છનાર જનેએ લક્ષ દેવા જેવું છે.