________________
}
ભાવિ અને પુરુષાર્થ
૫૮૧
કરેલા ઉદ્યોગ યાને પુરુષકાર—પરાક્રમને લીધે જ મળ્યું છે, મળવાનું હતું અને મળ્યું છે એ તમારૂં કહેવું ખાટુ છે." આ સાંભળી દેવને થયું કે મેં આને ચળાવવાના યત્ન કર્યાં એ ખેાટું કર્યું. પછી તુરત એ દેવ અન્તર્ધાન થઈ ગયા.ક
આમ હિન્દુસ્થાનના સનાતન ધર્મને ન્યાય કરીને હવે મિ. આવનને ન્યાય કરીએ. મિ. આવનને આજથી પચાસ-સાઠ વર્ષ ઉપર ભાવિવાદ સામે હિન્દુ વિદ્યાર્થીઓને ચેતવણી આપવાની જરૂર લાગી હોય તે તેમાં આશ્ચર્ય નથી. એ સમયમાં આપણા દેશ અસંખ્ય ક્લેશ-કલહથી થાકીને અને પુરુષપ્રયત્નની નિષ્ફળતા અનેક દિશામાં અનુભવીને, ભાવિવાદની સુષુપ્તિમાં આરામ લેતા હતા. તેને હવે ક્રૂરી જાગ્રત થઈ ઉદ્યોગપરાયણ થવાના ઉપદેશ કરવાની જરૂર હતી. સુષુપ્તિ એ અજ્ઞાનની દશા છે અને જાગ્રત્ અવસ્થામાં જ વસ્તુનું યથાર્થે જ્ઞાન થાય છે, તેમ ભાવિવાદ અજ્ઞાનરૂપ છે અને પૌરુષવાદ જ ખરા છેઃ તથાપિ ભાવિવાદને પણ ન્યાય કરવા ખાતર એટલું ઊમેરવું જોઇએ કે જેમ સુષુપ્તિ વિના મનુષ્ય ગાંડા થઈ જાય અને જાગ્રહવસ્થામાં પણ શાન્ત રીતે વિચાર કરવા માટે મનની જે સ્થિરતા જોઇએ તે ન પ્રાપ્ત થાય—તેમ ભાવિવાદ પણ મનુષ્યને, નિષ્ફળતાની સ્થિતિમાં હૃદયને વિશ્રામ આપી, ભવિષ્યના પુરુષકાર માટે સમ ખૂનાવવાનું કાર્ય કરે છે. પ્રેમ અને કરુણાના ગુણાથી રહિત, અને કેવળ ન્યાયકારી તથા પાપ માટે ઉગ્ર ૪૩ કરનાર-એવા પ્રભુની ભાવના જેમ સર્વ મનુષ્યને અનુકૂળ પડતી નથી, તેમ શુદ્ધ પૌરુષવાદ પણ સધળી સ્થિતિના જનાને અને એક જ જનસમાજને પણ નિત્ય-નિરન્તર અનુકૂળ આવતા નથી. ભાગેલાં હૃદયને સા ં થવા માટે જે આશ્વાસન જોઈએ, તે ક્રાફ્ટને કાઈ જાતના ભાવિવાદ વિના અનતું નથી.
મનુષ્યની ઇચ્છા આ જગતના અનુભવમાં અસંખ્યવાર કુંઠિત થાય છે, અને તેમાંથી એને એક નિશ્ચય એ ઉત્પન્ન થાય છે કે આ જગતમાં મારી ઇચ્છા કરતાં કાઈક પણ અધિક શક્તિ છે. એ અધિક શક્તિને એ ‘ ઈશ્વર-ઇચ્છા’એવું નામ આપે છે, અગર તે! એ દેવની ઇચ્છાને
+ " नत्थि उठ्ठाणे इ वा कम्मै इ वा बले इ वा वोरिए इ वा पुरिसकारपरक्कमे इ वा नियया सव्त्र भावा... अस्थि उठ्ठाणे... परक्कमे इवा अणियया सव्वभावा'
,,
---૩વાલમત્તાનો ( સપાલ વાઃ)