________________
૫૮૦
ભાવિ અને પુરુષાર્થ
આ કર્મનો સિદ્ધાન્ત હિન્દુધર્મની ત્રણે શાખાઓમાં–બ્રાહ્મણ બૌદ્ધ અને જૈન ત્રણે અવાન્તર ધર્મમાં–માન્ય છે. તથાપિ એમાંની છેલ્લી બેમાં એનું ખાસ પ્રાધાન્ય છે, કારણ કે એમાં ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી અને કર્મને જ ફલદાતા ગણ્યું છે; વળી બૌદ્ધ ધર્મમાં તે પુનર્જન્મ માટે આત્મા પણ રાયે નથી, અને માત્ર કર્મમાં જ મનુષ્યનું આત્મત્વ સમાવી દીધું છે.
ગૌતમબુદ્ધ પિતાને “મવાવી અને “જિરિચવાલી –કર્મવાદી અને ક્રિયાવાદી જણાવે છે. વળી આ સ્થળે જૈનધર્મના ઇતિહાસમાંથી મહાવીરસ્વામી અને એમના સામા પક્ષના સંખ(ભખ)લિપુત્ર ગાશાલના સિદ્ધાન્તની સરખામણને એક પ્રસંગ ઉતારીએ–જેમાંથી કર્મના સિદ્ધાન્ત માટે બહુ આગ્રહી ગણાતા જૈનધર્મમાં પણ પુરુષકારને કેવો મહિમા છે એ સમજવામાં આવશે –
કુંડલિય નામે એક મહાવીર સ્વામીને ઉપાસક હતો તે એકવાર મધ્યાહને અશોક વૃક્ષની છાયામાં બેઠા હતા. ત્યાં એક દેવે આવી એને કહ્યું: “હે ભાઈ કુંડલિય! ગોશાલને એવો સિદ્ધાન્ત છે કે–ઉદ્યોગ કે કર્મ કે બલ કે વીર્ય કે જેને પુરુષકાર–પરાક્રમ કહીએ એવું કાંઈ જ નથી; સર્વ પદાર્થ નિયતિ યાને ભાવિથી નક્કી થઈ ચૂકેલા છે. શ્રમણ ભગવાન મહાવીરને આથી ઉલટ સિદ્ધાન્ત છે. એ કહે છે કે ઉદ્યોગ કર્મ બલ વિર્ય પુરુષકાર–પરાક્રમ એવું છે, અને સર્વ પદાર્થ નિયત યાને ભાવિથી નક્કી થઈ ચૂકેલા છે એમ કાંઈ નથી. આ બેમાં ગેસલને સિદ્ધાન્ત સારે છે, મહાવીરને ખેટે છે.”
- કંડલિયે ઉત્તર આપેઃ “હે દેવ! જે તમે કહો છો કે ઉદ્યોગ કર્મ બલ વિર્ય પુરુપકાર પરાક્રમ એવું કાંઈ છે જ નહિ, અને સર્વ પદાર્થો ભાવિથી નક્કી થઈ ચૂકેલા છે એવો શાલનો સિદ્ધાન્ત જ ખરે છે, અને ઉદ્યોગ કર્મ બલ વીર્યે પુરુષકાર–પરાક્રમનું પ્રતિપાદન કરનાર મહાવીર સ્વામીને છેટે છે, તે કૃપા કરી કહેશે કે આપે આ દિવ્ય પ્રભાવ–આ દેવપણું–શી રીતે પ્રાપ્ત કર્યું? પુરુષકાર–પરાક્રમથી કે તે વગર?” દેવે જવાબ દીધે – “તે વગર; એમનું એમ.” ફડકેલિયઃ “વા; ત્યારે આ અસંખ્ય જીવો જે દેવપણે પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગ કરતા નથી તે કેમ દેવ બની ગયા નથી ? માટે, હે દેવ! તમને આ પદ, એ મેળવવા માટે *મૂળમાં “ઉત્થાન”=ઉભા થવું, ઉઠાવ. *પુરુષનું કરવું––પરાક્રમ, પુરુષનું કરેલું પરાક્રમ.