________________
૧૮૨
ધર્મનું સાહિત્ય દેવ” કહે છે. કાંઈ સમજણ ન પડે તે એ અજ્ઞાત શક્તિને “અદષ્ટ” કહીને વિરમે છે. અથવા તે “વાવે એવું લણે' એ નિયમ સ્વીકારીને પૂર્વ જન્મનાં અદષ્ટ કર્મનું ફળ જ પોતે આ જન્મમાં ભેગવે છે એમ માને છે. આમ કઈને કઈ રૂપે ભાવિનું બળ મનુષ્ય સ્વીકારે છે જ; પણ એ ભાવિને અન્ય અને ઉન્મતવત કામ કરતું માનવું એ ઈશ્વરને બદલે શેતાન (આસુરી સંપત)ને જગતને રાજા માનવા બરાબર છે, અને કેઈપણ મનુષ્ય આ સિદ્ધાન્ત એક ક્ષણવાર પણ ખરેખર રીતે માનતો નથી. એટલે ભાવિવાદની પાછળ ઈશ્વરવાદ છે એમ કહીએ તે ખોટું નથી. સંશયવાદીઓજેઓ ઈશ્વરના અસ્તિત્વ વિષે અને એના સ્વરૂપ વિષે સંદેહમાં જ રહેવું પસંદ કરે છે–તેને પણ આ જગતમાં કોઈક શક્તિ છે એમ સ્વીકાથી વિના ચાલતું નથી, અને એ શક્તિ કાંઈક નિયમસર કામ કરે છે, અને એ નિયમ એકંદરે કલ્યાણકારી છે, એમ પણ વળી અનુભવને આધારે કબૂલ ક્યા વગર છૂટો થતો નથી. એટલે સંશય ઊડી જઈ ઈશ્વરવાદ જ પાછે સિદ્ધ થાય છે. આમ પરિણામે ભાવિ તે ન્યાયકારી પ્રભુ નિર્મ છે,
અથવા તે ન્યાયરૂપ કર્મના નિયમને અનુસરીને ઊપજે છે, એ બે પક્ષ જ વિચારવાના રહે છે. એ બંને પક્ષમાં ભાવિની પાછળ છેવટે ન્યાય ઊભો છે. અને ન્યાય માગી લે છે કે જ્યાં શક્તિ ત્યાં જ જવાબદારી, એટલે ભાવિનો સિદ્ધાત લેતાં પણ છેવટે મનુષ્યમાં શક્તિને સ્વીકાર–અર્થાત પુરુષકારને અવકાશ–પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે આ જગતમાં પુરુષપ્રયત્ન
જ્યાં સુધી કુંઠિત થતો દેખાય છે ત્યાં સુધી ભાવિ સ્વીકાર્યા વિના છૂટકે નથી; પણ એ જ ભાવિ જે ઈશ્વર અને ન્યાય સાથે જોડાએલું રહે તે એમાં પુષકારને માટે પૂર્ણ અવકાશ છે. અનિષ્ટ અયુક્ત ભાવિવાદ એ જ છે કે જેમાં મનુષ્ય પોતાના કર્મની-વિશેષમાં, અકર્મની–જવાબદારી લહેતું નથી.
[વસન્ત, ચિત્ર ૧૯૬૯]. ધર્મનું સાહિત્ય અઢારમી સદ્દીના ચૂરેપમાં બુદ્ધિવાદ (“Rationalism”) નું બહુ પ્રાબલ્ય હતું. ડેટાના સમય પછી ધર્મના મહાપ્રશ્નો સ્વતન્દ્ર બુદ્ધિ વડે ચર્ચાવા લાગ્યા હતા અને વૈફ નામના જર્મન ફિલસુફ સુધી આવતાં તે, જીવ જગત અને પરમાત્મા સંબંધી સઘળાં ગૂઢ સત્યો મનુષ્ય બુદ્ધિએ હરતામલકત થએલાં માની લીધાં હતાં. ત્યાં કેન્ટ- મૂળ પ્રશ્ન જ પૂછો + જર્મન ઉચ્ચાર કાર,
-
-