________________
પ૬૮
સેન્ટ્રલ હિંદુ કોલેજ_બનારસ
વળી, આ ધાર્મિક કેળવણુની બાબતમાં હિંદુસ્થાનનિવાસી બધી : કામમાં અમને હિંદુઓ જ સૌથી વધારે કમનસીબ લાગે છે. કારણ . કે અંગ્રેજોને માટે સ્વધર્મશિક્ષણપુરઃસર લૌકિક શિક્ષણ આપનારી અત્રે અનેક કલેજે છે અને મુસલમાને માટે પણ સર સિયદ અહમદના ભગીરથ પ્રયત્નને પરિણામે અલિગઢ પાઠવાળા સ્થપાઈ છે, જેમાં ધાર્મિક શિક્ષણ માટે સ્પષ્ટ દેજના છે અને એ પાઠશાળાને વિસ્તાર કરવા હજ પ્રયત્ન જારી છે. ખરું છે કે પારસીઓ માટે આમાંનું કાંઈ નથી. પણ પારસીઓની સંખ્યા બહુ ડી છે, અને જે કે હાલમાં એમને ધાર્મિક કેળવણુ મળવા ભાટે પાઠશાળાઓમાં ગોઠવણ નથી, તે પણ જતે દિવસે એ સંબંધી કાંઈક વિચાર થયા વિના રહેશે નહિ; કારણ કે એ ઉત્સાહી કેમ છે, અને એકવાર એ બાબત એમના લક્ષમાં ચાંટી તે પછી એ ખામી દૂર કરવામાં જરા પણ વિલંબ થશે નહિ એ નિસંશય છે.
ત્યારે ટૂંકામાં આ કોલેજ સંબંધે અમારે નમ્ર અભિપ્રાય એવો છે કે હિંદુસ્થાનના ખરા ઉદ્ધારને મંત્ર આ રૂપે દષ્ટિગોચર થયો છે, પણ તે યોગ્ય વિધિપુરઃસર પ્રાજવામાં આવે તો જ સારી રીતે થતાં એનાથી જેટલો લાભ ધારવામાં આવે છે તેટલું જ ખરાબ રીતે થતાં નુકસાન થવા સંભવ છે. નુકસાન ન થતાં લાભ થાય એને આધાર આ યજ્ઞના વિજેના ઉપર છે. સર્વને આધાર હિંદુસ્થાનના અદષ્ટ ઉપર છે.
[સુદર્શન, જુન ૧૮૯૯]
ઉમે છીએ તો છે જ, પરતું નથી. પ્રતિ ઉત્સાહ
* આમાં અમે નવીન શું કહ્યું? એટલું જ કે આ અસાધારણ બારીકીને પ્રસંગ છે, અને આથી કેવળ લાભ માની જેઓ આનંદમાં આવી જતા હોય તેમને એની સાથે જ જોડાએલા અસાધારણ જોખમ ઉપર લક્ષ રાખવા વિનંતિ છે. સામાન્ય રીતે તે અમે આ ઉપક્રમને સ્તુત્ય માનીએ છીએ જ. અમારું કહેવું કદાચ કેટલાકને મન્દસ્તુતિ જેવું લાગશે. મન્દસ્તુતિ તે છે જ, પરંતુ અમારી દષ્ટિએ એ જ સત્ય અને વ્યાપ્ય દીસે છે એટલે તે કહ્યા વિના ચાલતું નથી. પ્રકૃત વિષયની અમારી પ્રશંસા કાંઈક મંદ છે એટલા ઉપરથી અમારે બ્રાહ્મધર્મ પ્રતિ ઉત્સાહ પણ મન્દ છે એમ અનુમાન કરનારને અમારે એટલે જ ઉત્તર છે કે અમને અમારા (બ્રાહ્મ)ધર્મ ઉપર અત્યન્ત–અમારું હૃદય ધારણ કરી શકે તેટલે