________________
અમારે ભાર હાથે કામ લેવું
સાધારણ ત્યાગ કર વિના, તથા
ધામિક
સહિ તે, જુદા છે
ભરતખંડની બુદ્ધિ
પાછળન
પ૬૬
સેન્ટ્રલહિંદુ કોલેજ–અનારસ સીઓ તથા જૈન ભિક્ષુઓ પાસે ઉપદેશ અપાવવો. આવા પુરુષો ન મળી શકે તે પછી ઉચ્ચ કેળવણવાળા વાનપ્રસ્થાશ્રમી વિઠાને હાથે કામ લેવું. સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમ ઉપર અમારે ભાર એટલા માટે છે કે લાંબા ધાર્મિક અનુભવ વિના, તથા એ સાથે આવતી શાંતિ વિના, તથા અસાધારણ ત્યાગ વિના, ધાર્મિક ઉપદેશમાં વિશુદ્ધિ તથા બળ આવતાં નથી; તેમ જ, ધર્મના વિષયમાં કલહપ્રિયતા પણ ઘણું કરી પરમાત્માનું ધામ સમીપ આવ્યા વિના નષ્ટ થતી નથી.
(૪) છેવટે, અમારે એટલું કહેવું જોઈએ કે આ ગ્રન્થાવલિ તથા ધાર્મિક કેળવણીની સર્વ વ્યવસ્થા બહુ વિશાળ હદયથી અને દીર્ધ દૃષ્ટિથી થવી જોઈએ. નહિ તે, જુદા જુદા ધર્મ વચ્ચે અનિષ્ટ વિરેાધ થશે, તથા પરિણામે હમણાં જ સ્વતન્નતા પામેલી ભરતખંડની બુદ્ધિને પુનઃ અગ્યિ શાસ્ત્રશંખલા પહેરાવાશે એ અસંભવિત નથી. આપણું દેશના પાછળના કાળના અન્ધકારને લીધે અનેક આચારવિચારે, જેને ધર્મના તાત્વિક સ્વરૂપ સાથે બહુ લેવા દેવા નથી અને જેમાં મનુષ્ય બુદ્ધિએ અને આપણા શાસ્ત્રકારેએ પણ અનેક મતભેદ દર્શાવ્યા છે, તેને ધર્મનું ઘણીવાર આગ્રહ પૂર્વક તત્ત્વ માનવામાં આવે છે પરંતુ તેવા અંશોને જે આ કોલેજ ધર્મની કેળવણમાં પ્રવેશ કરવા દેશે તો તેથી અત્યન્ત હાનિ થવાનો સંભવ છે. એમ અમારૂ માનવું છે.
આપણે કેટલાક વિદ્વાન દેશહિતૈષીઓ પણ નીતિ અને ધર્મની કેળવણી શાળામાં નહિ પણ ગૃહમાં જ આપી શકાય એમ દર્શાવે છે તે કાંઈક આવા જ ભયથી હોવું જોઈએ. મિ. જસ્ટિસ રાનડેએ એલેકઝાન્ડ્રા ગર્લસ્કૂલમાં હમણાં જ આ મત ઉપર ભાર મૂક્યો છે, તથા શાળામાં ધામિક શિક્ષણ આપવા વિરુદ્ધ કેટલાક વિચારો દર્શાવેલા પ્રતીત થાય છે; પરંતુ તેમાં પણ ઉપરના ભયની દૃષ્ટિએ જ એમનું એમ કહેવું થયું હશે એમ અનુમાન કરવું ઘટે છે. સ્ત્રીકેળવણું નીતિ સુધારવાના સાધનમાંનું એક મખ્ય સાધન છે એ કરતાં આગળ જઈ, ધાર્મિક કેળવણું સર્વથા નિરર્થક છે એમ પ્રતિપાદન કરવાને એમને અભિપ્રાય હાય એમ માનવાને કારણુ નથી. કેમકે આજથી ત્રણેક વર્ષ ઉપર વિલ્સન કોલેજમાં એક પ્રસંગે બેલતાં એ વિદ્વાને જ આપણે કૉલેજ-વિદ્યાર્થીઓના ધર્મ પ્રતિ અનાદર સંબંધે બહુ શોક દર્શાવ્યો હતો, તથા ધર્મને અભ્યાસ સ્થલ દષ્ટિએ ગમે તે નિરર્થક લાગે પણ સૂક્ષ્મ વિચાર કરતાં એનું બહુ જ પ્રજન છે એમ સ્પષ્ટતાથી