________________
- સેન્ટ્રલ હિંદુ કોલેજ_બનારસ
૫૬૭ જણાવ્યું હતું. આ સર્વ જોતાં આ પ્રસંગે એ મહાત્માનું તાત્પર્ય ધાર્મિક કેળવણુરૂપી સાધ્ય વિરુદ્ધ નહિ પણ એના સાધનવિરુદ્ધ હતું એમ કલ્પવું ચોગ્ય છે.
ત્યારે જે ધાર્મિક કેળવણી અપાય એ સર્વાનુમતે ઈષ્ટ છે તે પછી એ શાળામાં આપવી કે ગૃહમાં એ બીજો પ્રશ્ન છે. ગૃહમાં ધામિક-શિક્ષણ આપવું જ જોઈએ એ નિસંશય છે કેમકે ગૃહને આ વિષયમાં એ અને દેશી સંબંધ છે કે જેટલી અસર એ કરી શકે છે એને દશાંશ પણ શાળા કરી શકે એમ નથી; અને આ જોતાં, ઊછરતાં બાળકને ગૃહમાં ધર્મશિક્ષણ વિના રહેવા દઈ શાળાની ખામી કાઢનાર માબાપને છેડે દેષ નથી પરંતુ એક તરફથી ગૃહકેળવણીની આવશ્યકતા સ્વીકારી, તથા શાળા દ્વારા જે ધાર્મિક શિક્ષણ અપાય એમાં પૂર્વોક્ત ભય રહે છે એનું સ્મરણ રાખી, તથા કવિતા અને ધર્મ શીખવ્યાં શીખવાતાં નથી એ વાત પણ કેટલેક અંશે સત્ય છે એટલું કબૂલ કરી, અમારે એટલું ઊમેરવું જોઈએ કે આ સાથે જ બીજી તરફથી શાળા-કેળવણીની તણમાં નીચેના વિચારે ધ્યાનમાં લેવાના છે, જે એ કેળવણીની સર્વથા વિરુદ્ધ મત ધરાવનારા વિદ્વાને પ્રતિ અત્યન્ત માનપુર સર અમે અત્રે મૂકીએ છીએ.
એક તે ગૃહમાં ધર્મ એના સમસ્ત બંધાએલા સ્વરૂપમાં જ દષ્ટિ આગળ સ્કુરે છે. પરંતુ એના કારણુસ્વરૂપાદિને વિચાર કરવાને ગૃહમાં સાધારણ રીતે અવકાશ રહેતો નથી, અને તેથી ઘણુકવાર ધર્મને અકારણ ભાની બાલકે એ તરફ ઉપેક્ષાદષ્ટિએ જુવે છે. ગૃહકેળવણીની આ ખામી પૂરી પાડવા માટે શાળાની જરૂર છે.
બીજું, જ્યારે ઇંગ્લેંડ જેવા દેશમાં પણ આ પ્રકારની કેળવણી માટે કેવળ ગ્રહ ઉપર આધાર રાખવામાં આવતો નથી, તે પછી હિંદુસ્થાનને માટે અપવાદ શા માટે હોવો જોઈએ ? હિંદુસ્થાનમાં પરસ્પર વિરેાધી અનેક ધર્મો છે એ ખરી વાત છે. પણ અમને લાગે છે કે વિરોધ શમાવવાને એક માર્ગ જ આ છે કે ઉચ્ચ પ્રકારની–ધર્મના સામાન્ય સ્વરૂપની– વિદ્યાર્થીઓને કેળવણું આપવી; જેથી પરસ્પર માનભરી દષ્ટિએ—ધર્મના વિષયમાં બેદરકારીથી નહિ પણ માનભરી દષ્ટિએ—તેઓ જોતાં શીખે.
ત્રીજું, પાઠશાળામાં લૌકિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ આપવાથી લાભ એ છે કે ધર્મ અને લૌકિકજ્ઞાન પરસ્પર સંબંધમાં આવી, પરસ્પર ઘસાઈગ્ય સમન્વય પામે છે.