________________
સેન્ટ્રલ હિદુ કોલેજ-બનારસ
પ૬૫
રૂ૫ થશે એમ આશા રહે છે. વળી એ બાઈની મદદમાં સર રમેશચંદ્ર મિત્ર જેવા સલાહકાર છે એટલે અયોગ્ય ઉત્સાહમાં ખેંચાઈ જવાશે એમ સાધારણ રીતે કેઈએ બહુ ભય રાખવા જેવું નથી. તથાપિ અમને એટલી દિલગીરી છે કે આ યોજનાને જસ્ટિસ રાનડે અને ડોક્ટર ભાંડરકાર તરફથી અનુમોદન મળ્યું નથી. એ બે વિદ્વાની અને તેમાં વિશેષ કરીને મહાત્મા રાનડેની સલાહ આ કામમાં બહુ જ ઉપયોગી થઈ પડત; એટલું જ નહિ પણ અમને પિતાને તે આ ઉપક્રમ એ મહાન પુરુષની સલાહ વિના જોઈએ તેવું સ્વરૂપ ધારણ કરશે કે નહિ એ વિષે કાંઈક શ કા રહે છે એમ ખુલ્લા દિલથી કહ્યા વિના ચાલતું નથી.
હાલમાં તુરત હિંદુ ધર્મના પ્રાચીન જ્ઞાનભંડારમાંથી ઉત્કૃષ્ટ બોધદાયક વચન કથાઓ અને પ્રસંગોને સંગ્રહ કરી એક ગ્રન્થાવલિ રચાવવામાં આવનાર છે એમ સંભળાય છે. આ વિશે અમારું એટલું કહેવું છે કે –
(૧) આ ગ્રન્થાવલિમાં સંસ્કૃત ભાષા ઉપરાંત આખા હિંદુસ્થાનમાં બહુધા સ્વીકારાએલી એવી ભાષાઓમાંથી–કબીર તુલસીદાસ આદિનાં–વચનેને પણ સંગ્રહ કરે જોઈએ જેથી ધાર્મિક જ્ઞાન સંસ્કૃતમાં જ હાઈ શકે એવી અબ્ધ શ્રદ્ધા દૂર થાય તથા માત્ર મુખપાઠ કરવાને બદલે વસ્તુને હૃદયમાં સાક્ષાત્કાર કરવા તરફ વિદ્યાર્થીઓનું વિશેષ વલણ થાય. બને તે જેમ સંસ્કૃતને અભ્યાસ કરાવાય તેમ પાલીને પણ સાથે જ કરાવાય તે ઠીક; તેમ ન બની શકે તો પાલીનું સંસ્કૃતમાં સ્વરૂપાન્તર કરી એ ભાષામાં પ્રતિપાદિત ઉપદેશોને પણ વિદ્યાર્થીઓને લાભ આપવો જોઈએ.
(૨) બૌદ્ધ અને જન ધર્મને પણ વિશાલ હદયથી આ યોજનામાં સમાવેશ કરવો ઘટે છે. કારણ કે એ ધર્મને ઉપદેશ મૂલમાં બ્રાહ્મધર્મને અંગે જ થયો હતો. અને તે તે સમયમાં પ્રવર્તમાન અનેક પ્રકારના કચરાને બ્રાહ્મણુધર્મના પ્રવાહમાંથી દૂર કરવાને એ ધર્મો શક્તિમાન થયા છે.
(૩) આ ધાર્મિક ઉપદેશ શાસ્ત્રીઓ પાસે જ અપાવવાનો વિચાર હોય તે એ ભૂલ છે. ધાર્મિક બાધ સબળ અને સફળ કરવાનું સાધારણ નિયમ તરીકે એક જ સાધન છે અને તે એ કે જેણે સારી વિઠતા તથા સાધુતા–(ઉભય આવશ્યક છે)–સંપાદન કરી છે એવા વિશાળ આત્માના સંન્યાકે હિંદુ ધર્મ માટે અમારે આ શબ્દ છે (જુવો “આપણે ધર્મ પૃ. ૬) બ્રહ્મો ધર્મને બ્રાહ્મધર્મ કહેવડાવવાને જરા પણ હક નથી. ઉપનિષદ ઊંડે અભ્યાસ ન થએલો તેવે વખતે આ ભૂલ થએલી જણાય છે. ,