________________
પર
ઉદેશ, નામ તથા સૂત્ર જ છે. માટે વસત એ પરમાત્માની જ વિભૂતિ છે એ કહેવું યથાર્થ છે. વિશ્વનાં સર્વ ખરાં આનન્દ જીવન અને ઉત્સાહમાં પરમાત્માનું દર્શન કરવું– ઉત્તમ ગૃહ રાજ્ય સમાજ સાહિત્ય સર્વત્ર એની જ વિભૂતિ પ્રત્યક્ષ કરવી એ આ પત્રને ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશ વસા નામથી સૂચવાય છે.
પૂર્વોક્ત ઉદેશે યથાશકિત સિદ્ધ કરવા માટે ઘરનાને પ્રાદુર્ભાવ છે, અને એ માટે મુખપૃષ્ટ ઉપર ટાંકેલાં–
इदं सत्यं सर्वेषां भूतानां मध्वस्य सर्वाणि भूतानि मधु । यश्चायमस्मिन्सत्ये तेजोमयोऽमृतमयः पुरुषो यश्चायमध्यात्म सात्यस्तेजोमयोऽमृतमयः पुरुषोऽयमेष स योऽयमात्मेदममृतमिदं ब्रह्मेदं सर्वम् । અને–
सत्यान्न प्रमदितव्यम् । धर्मान्न प्रमदितव्यम् । कुशलान प्रमदितव्यम्। भूत्यै न प्रमदितव्यम् । स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ।
એ બે સુત્ર સ્વીકારવામાં આવ્યાં છે.
(૧) શ્રતિ કહે છે કે “સત્ય એ સર્વ ભૂતોનું મધુ (પુષ્પરસ) છે, અને સર્વ ભૂતો સત્યનું મધુ છે.” એ “મધુને પિષવું, પ્રકટાવવું, ફેલાવવું એ વાતની પરમ ઉદ્દેશભાવના છે. એ ભાવનાને લક્ષાંશ-એ
મધુ'નું એક પુ૫માં એક બિન્દુ પણ–સજોષકારક રીતે ઊપજાવી શકાય તે વાતને જન્મ સાર્થક છે. શ્રતિ સત્યને “સર્વ ભૂતોનું મધુ” અને સર્વ ભૂતોને “સત્યનું મધુ' કહે છે એ ડિવિધ ઉકિતમાં બહુ ગંભીર રહસ્ય રહેલું છેઃ સત્ય એ સર્વ ભૂતોનું અન્તસ્તમ તત્વ છે, એને બહાર તારવી કાઢવાનું છે, એટલું જ નહિ પણ સર્વ ભૂતે પણ સત્યનાં જ બનેલાં છે, અર્થાત સત્યને પ્રત્યક્ષ કરી આપવા માટે ગૃહ રાજ્ય સમાજ આદિ સંસ્થાઓ ઉત્પન્ન થાય છે, અને જે સંસ્થાના અન્તરમાં સત્ય નથી એ અભાવગ્રસ્ત છે, “” નહિ પણ “નથી” ગણવા યોગ્ય છે. માટે સત્યનું સંપૂર્ણ દર્શન કરવું હોય તે વિચારમાં અને સિદ્ધાન્ત(abstract thought) માં જ થઈ શકવાનું નથી, પણ ઉત્તમ સંસ્થાઓ
institutions)રૂપે એને પરિણામ પામેલું જોવાની જરૂર છે. બંને એક જ સત્યનાં આન્તર ( subjective) અને બાહ્ય (objective) સ્વરૂપે છે. એ સત્યના અન્તમાં તેમ જ એની પાર સત્ય સ્વરૂપ તેજોમય