________________
પ૩૮
અનાસકિતગ
છે “ગીતાયુગમાં અહિંસાધર્મ માનતાં છતાં ભૌતિક યુદ્ધ સર્વમાન્ય વસ્તુ હોઈ ગીતાકારને એવા ધર્મનું ઉદાહરણ લેતાં સંકોચ ન થયો, ન થાય. ” અમે ઉપર બતાવ્યું છે તેમ વ્યવહારના જે અનિવાર્ય દોષે છે એનું વિષ કેવી રીતે કાઢી નાંખવું–ગથી નહિ, પણ વાસ્તવિક રીતે—એ ગીતાના ઉપદેશનું તાત્પર્ય છે. યુદ્ધને મનુષ્યસંસ્કૃતિમાંથી નષ્ટ કરી દેવાય છે તેમ કરવાની ગીતાજીની ના નથી. વ્યક્તિવિશેષને માટે એ શક્ય છે અને તેથી એ ઊંચી ભાવના સિદ્ધ કરનારને શાત્રે ઉત્તમાધિકારી માન્યા છે. પણ ગીતાને ઉપદેશ “નરને અથતિ સામાન્ય મનુષ્યને, નહિ angel (દેવ)ને નહિ brute (પશુ)ને, કરેલો છે એટલે એમાં યુદ્ધની આવશ્યકતા માની લઈને એવા દેશને પરિહાર શી રીતે થઈ શકે એ બતાવવાને ગીતાજીએ ઉદ્દેશ રાખ્યો છે. આ માટે શંકરાચાર્ય ગીતાના સીધા અર્થને હાનિ પહોંચાડ્યા વગર, અર્જુનને મધ્યમાધિકારી માનીને એના તાત્પર્યને ખુલાસે કર્યો છે. તે સાથે એમાં ઉત્તમાધિકારીને માટે પણ વિચાર અને આચારની શ્રેણિ ખુલ્લી રાખી છે; બલકે આંગળીથી નિર્દેશી છે એટલું જ નહિ પણ વાણીથી વર્ણવી છે અને ઉપદેશી છે. ગાંધીજીને ગીતાજીના ક્ષાત્રધર્મ કરતાં વધારે ઊંચા તાત્પર્યની જે પ્રતીતિ થઈ છે તે આ જાતના વાકયમાંથી અને શંકરાચાર્યને પણ તે જ પ્રમાણે.
- અને, કાંઈક ગીતાજીમાં રહીને પણ એના શબ્દાર્થની પાર જવાની સૂચના ગાંધીજીએ કરી છે. એમાં અમારી સંપૂર્ણ સંમતિ છે. એ કહે છેઃ “કવિ મહત્તવના સિદ્ધાન્ત જગત આગળ મૂકે છે; તેથી તે હંમેશાં પિતે આપેલા સિદ્ધાન્તનું મહત્વ સંપૂર્ણતાએ ઓળખે છે, અથવા એાળખ્યા પછી બધું ભાષામાં મૂકી શકે છે, એમ નથી હોતું. એમાં કાવ્યને અને કવિને મહિમા છે. કવિના અર્થને અંત જ નથી. જેમ મનુષ્યને તેમ જ મહાવાક્યોના અર્થને વિકાસ થયા જ કરે છે.” આ અમારે પિતાને કવિનાં કાવ્ય વાંચવાની પદ્ધતિ પરત્વે પ્રિય સિદ્ધાન્ત છે જેનું ઉદાહરણ પશ્ચિમના સાહિત્યમાં જેવું હોય તે બાઇબલ ઉપર રચાએલાં વ્યાખ્યાનમાં અને શેકસપિયરની ટીકાઓમાં પુષ્કળ મળશે. આ જ કારણથી ચૂરેપના વિદ્વાનોએ સ્વીકારેલી વેદાદિકના અર્થ કરવાની પદ્ધતિ અમને મૂળમાં જ બોટી લાગેલી છે.
હવે પ્રકતમાં આવીએ. ગાંધીજી ગીતા પર છેવટે ઉપસંહાર કરતાં કહે છેઃ
ગીતા સુત્રરાન્ય નથી. ગીતા એક મહાન ધર્મ-કાવ્ય છે. તેમાં જેમ