________________
અનાસક્તિગ
૫૩૭
ગીતા મૂળ ભક્તિગ્રન્થ હોઈ પછી એમાં સાંખ્ય ઉમેરાયું છે એમ એક મત છે; મૂળ સાંખ્યગ્રન્થ હોઈ પછી એમાં ભક્તિ ઉમેરાઈ છે એમ બીજો મત છે; મૂળ વેદાન્તગ્રન્થ હોઈ પછી સાંખ્યની પરિભાષામાં ઊતર્યો છે એમ ત્રીજો મત છે; અને મૂળ સાંખ્ય તે વેદાન્તમાં પરિણમ્યું છે એ એ મત છે. વસ્તુતઃ અમે ઉપર કહ્યું તેમ અન્ધ–ગજ ન્યાયે આ વિવિધ મત સ્કુયી છે. ખરી વાત એ છે કે મૂળ વેદાન્તનું જ્ઞાન ભક્તિથી જુદું ન હતું, અને મૂળ સાંખ્ય એ વેદાનતથી જુદું ન હતું. જે ભ્રાતિ થાય છે તે પાછળના સાંખ્ય અને વેદાન્તના વિરોધને ગીતાકાળમાં ખેંચી જવાથી થાય છે. પાછળથી સાંખે પ્રકૃતિ–પુરૂષનું દૈત એને પરમ સત્ય માન્યું; પુરુષને પ્રકૃતિથી અલગ કરવો એને મેક્ષ કહ્યો, એને એ બે તને વિવેક એને મેક્ષનું સાધન બતાવ્યું. આ વેદાન્તના પરમ સત્યનું
અભાવાત્મક (negative) પાસું છે. અને અભાવાત્મક પાસા ઉપર ધ્યાન દેતાં કેટલીક વાર એનું ભાવાત્મક (positive) પાસું ભૂલાઈ જાય છે એ એને દેશ છે. “અનાસક્તિ ને ગીતાનું મર્મ માનવામાં પણ આ જ દેશ છે કે–વિષયમાંથી મને ખસેડવું પણ તે કયાં ચૂંટાડવું એનું એમાં સુચન થતું નથી પરંતુ આ દેષને કાંઈક પ્રતિકાર “ગ” શબ્દ ઊમેરવાથી થઈ જાય છેઃ “અનાસક્તિયોગ” એટલે વિષયમાં અનાસક્ત રહી પરમાત્મા સાથે વૃત્તિઓને યોગ કરે, વૃત્તિઓને જોડવી. આમાંથી ગાંધીજીએ આ “સુવર્ણ નિયમ તારવ્યો છે કે “જે કર્મ આસક્તિ વિના થઈ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે.” અને ખુલાસામાં ઊમેર્યું છે કે “આ અભિપ્રાય પ્રમાણે ખૂન, જૂઠું, વ્યભિચાર ઇત્યાદિ કર્મો સહેજે ત્યાજ્ય થઈ જાય છે. મનુષ્યજીવન સરળ થાય છે. ને સરળતાથી શાતિ ઉભવે છે.(આ છેવટના વાક્યને વાચક સહજે ગાંધીજીના જીવનની વિશિષ્ટતા બતાવનાર અનુભવવાક્ય તરીકે ઓળખી લેશે.)
આ વિચારશ્રેણીમાંથી ગાંધીજી પિતાને ખાસ સિદ્ધાન્ત– સત્ય અને અહિંસાનું પાલન–ફલિત કરે છે. જો કે પોતે સ્વીકારે છે કે “અહિંસાનું પ્રતિપાદન ગીતાનો વિષય નથી.” અહિસાને ગીતાના જ ઉપદેશમાંથી ફલિત કરવા જતાં એક મુશ્કેલી એ નડે છે કે “જે ગીતાને અહિસા માન્ય હતી અથવા અનાસક્તિમાં અહિંસા સહેજે આવી જાય છે તે ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણ રૂપે પણ કેમ લીધું.” એને ઉત્તર પિતે આ પ્રમાણે આપે * ભાવાત્મક (positive) એક જ યોગમાં ગીતાનું તાત્પર્ય સમાવવું હોય તે અમે એને “પ્રપરાગ’ કહીએ.