________________
૫૪૬
જય-ભારત-મહાભારત માન્યાથી બીજુ વગર ખુલાસે રહી જાય છે. આ વિષયમાં પશ્ચિમના અને અહીંના વિદ્વાનોએ જે વિવિધ કલ્પનાઓ કરી છે એ જોઈએ
૧ ફૈન શ્રેડર નામના વિદ્વાનનું એમ માનવું છે કે મૂળ (૧) કુરુક્ષેત્રના યુદ્ધ સંબંધી છૂટી છૂટી ગાથાઓ હતી; (૨) ઈ. સ. પૂર્વે ૭મા અને ૪ થા શતકની વચમાં એનું વીરરસપ્રધાન એક કાવ્ય બનાવવામાં આવ્યું, એ કાવ્યના કર્તાને કૌરવો તરફ પક્ષપાત હતો, અને એના મુખ્ય દેવ બ્રહ્મા હતા; (૩) તે પછી એનો વિસ્તાર થઈ હેટું કાવ્ય થયું તેમાં પૂર્વના કવિની સહાનુભૂતિ ઊલટાવી પાંડવોને નાયક અને કૌરને પ્રતિનાયક બનાવવામાં આવ્યા, અને મુખ્ય દેવ પણ બ્રહ્માને બદલે વિષ્ણુ અને એના અવતારરૂપ કૃષ્ણ થયા; (૪) છેવટે, કેટલાક છૂટા છવાયા ભાગ ઉમેરાયા.
કૌરવો તરફ મૂળ કવિનો પક્ષપાત હતો એ કલ્પના ભૂલભરેલી છે. નાયકના ગૌરવા તેમ જ મનુષ્યતાને રસ સાચવવા પ્રતિનાયકના ગુણદર્શનને જે કવિસંપ્રદાય છે, જે અંગ્રેજ કવિ મિલ્ટને પણ પેરેડાઈ લેટ”માં પાળ્યો છે, તે ભૂલવાથી આ બ્રાન્તિ ઊપજી છે. બીજું, શિવ અને વિષ્ણુ એ બ્રહ્મા પછીના કાળમાં અગ્રેસરતા પામ્યા છે એ માન્યતા પણ ભ્રમ છે. બ્રાહ્મણ અને ઉપનિષમાં બ્રહ્માને મુખ્યદેવ રૂપે વર્ણવ્યા છે તેની પહેલાં અને સાથે શિવ અને વિષ્ણુને મહિમા ગવાય છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધના સમયમાં યાજ્ઞિકના સંપ્રદાય ઉપર આક્ષેપ હાઈ યાજ્ઞિકેના પ્રધાન દેવ બ્રહ્મા અને ઇન્દ્ર એઓએ એ સુધારકનું મુખ્ય લક્ષ્ય ખેંચ્યું હતું.
૨ હેપકિન્સ મહાભારતના વિકાસને નીચે પ્રમાણે ક્રમ બાંધે છેઃ (૧) ઈ. સ. પૂર્વે ૪ થા શતક સુધીમાં કુકુળની ગાથાઓ કદાચ એકત્રિત કરવામાં આવી હશે પણ ત્યાં સુધીમાં તેનું એક વીરરસ કાવ્ય બન્યું નહોતું. (૨) એમાંથી (ઇ. સ. પૂર્વે ૪૦૦ થી ૨૦૦ ની વચમાં) પાંડેને નાયક બનાવીને એક મહાકાવ્ય રચવામાં આવ્યું. એમાં કૃણ મનુષ્ય અને દેવ ઉભયરૂપે દેખાય છે. પણ તે હજી પૂર્ણ પરમાત્મા રૂપે સ્થપાયા નથી, અને જે ધાર્મિક ઉપદેશભાગ પછીના મહાભારતમાં જોવામાં આવે છે તે પણ હજી દાખલ થયો નથી. (૨) તે પછીના મહાભારતમાં કૃષ્ણ પૂર્ણ પરમાત્માપે સ્થપાય છે. તથા ધ ધાર્મિક ઉપદેશનાં પર્વ અને અધ્યાયો અને જૂની નવી પૌરાણિક કથાઓ ઉમેરાય છે. (૪) આદિપર્વની પ્રસ્તાવના, શાન્તિપર્વથી અનુશાસનનું પૃથક્કરણ વગેરે ઉમેરો અને ફેરફાર આ કાળના