________________
૫૪૪
જય–ભારત–મહાભારત
ઇસ્લામને ફાળે” કહ્યો છે તેને અમે “fusion' યાને સંગજન્ય એકીભાવમાંથી ઉત્પન્ન થએલું પરિણામ માનીએ છીએ. બીજું ઇસ્લામ અને ઇસ્લામની ભાષા વચ્ચે સંકર કરવો ન જોઈએ, ફારસીના અભ્યાસથી જે કાંઈ ફેરફાર થાય એ સર્વને મુસલમાન ધર્મને આપવા, એ અંગ્રેજી ભાષાના અભ્યાસને પરિણામે આપણું દેશમાં જે કાંઈ સ્થિત્યન્તર થયું અને થાય છે એ સર્વને ખ્રિસ્તી ધર્મને આપવા સરખી ભૂલ છે.
ફરીથી કહીએ છીએ કે રે. ન્હાનાલાલના લેખને હિન્દુ મુસલ્માન વચ્ચે વિરોધના આ સમયમાં અમે આવકારલાયક માનીએ છીએ, પરંતુ એનું આ મર્મ ધ્યાનમાં રાખવામાં ન આવે તે અનર્થ થાય. તે માટે ઐતિહાસિક દષ્ટિએ અમને એમાં જે કાંઈ વકતવ્ય લાગ્યું તે નિખાલસપણે કહ્યું. બાકી હઝરત મહમ્મદ પયગમ્બરના ઉપદેશને માટે ધર્મના એકદેશી ઉપદેશરૂપે અમને સંપૂર્ણ માન છે.
[વસન્ત, ચિત્ર ૧૯૯૧]
૧૧
જય ભારત-મહાભારત મહાભારત એ મૂળે ભરત મહારાજ, જેના નામ ઉપરથી આપણે દેશ “ભારત દેશ” વા “ભરતખંડ” કહેવાય છે, એમના કુળને ઈતિહાસ છેઃ વધારે ચેકસ રીતે નિરીક્ષણ કરીને કહીએ તે એમના કુળમાં આગળ જતાં કૌરવ અને પાંડવ એ નામનાં બે પિતરાઈ ભાઈઓનાં કુટુઓ થયાં એમને, બલ્ક એમના પરસ્પર સંબંધને–જે સંબંધ કુક્ષેત્રના મહાન યુદ્ધ રૂપે પરિણત થશે અને એમાં પરાકાષ્ઠાએ પહોં —એને એ તિહાસ છે. એ યુદ્ધમાં અમુક પક્ષનો જય થયો, તેથી એ યુદ્ધના વણનાત્મક ઈતિહાસને “જય” નામથી પણ નિર્દેશવામાં આવ્યો છે.
ભારતનું ગ્રન્થવસ્તુ આવું સાદું અને આટલું જ ભારે હોત તો જગતના સાહિત્યમાં એનું જે મહાન અને અનુપમ સ્થાન છે તેને હેત. ઉપર જે વસ્તુ કહ્યું તે તે ગ્રંથની એકતા સંપાદક વસ્તુ, અર્થાત જેને લીધે ગ્રન્થમાં unity” પ્રાપ્ત થઈ છે ને. એ વસ્તુને મુખ્ય સ્થાને રાખી એની આસ* શ્રીયુત વાલજીભાઈ ગેવિન્દજી દેસાઈ કૃત “ભારતી » કથા એ લઘુ પુસ્તકની પ્રસ્તાવના.
-
-
-
-
-