________________
મહાભારતને પ્રધાન રસ
પપ૧
કહી શકતું નથી. જ્યાં એણે પોતાની જવાબદારી સમઝીને નિર્ભયતાથી દુર્યોધનને પાંડવો પ્રતિ એક પછી એક અનેક દુષ્ટ કર્મો કરતાં વારવાનું કર્તવ્ય કરવું જોઈતું હતું, ત્યાં એ પ્રત્યેક પ્રસંગે “
વિમેવ પર મળે,” “દિવ પર મળે” એવો નિર્બળતાને ઉગાર કાઢી કપાળે હાથ દે છે ! આ ધૃતરાષ્ટ્રની “tragedy' કરુણ કથા.
ભીષ્મ અને દ્રોણની વળી બીજી છે. બે સૈન્ય સામસામાં ગઠવાઈ ગયાં છે, યુદ્ધ ઝઝુમી રહ્યું છે. થોડા જ વખતમાં રણદુદુભિ વાગવાનાં છે. તેટલામાં યુધિષ્ઠિર એકદમ રથમાંથી ઊતરી પગે ચાલી શત્રુના સૈન્ય તરફ જાય છે, અને ભીષ્મ દ્રોણુ વગેરે વડીલેને મળે છે. કારણ કે ધર્મપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર જાણે છે કે યુદ્ધ માંડતાં પહેલાં ગુસજનની અનુમતિ અને આશીર્વાદ લેવા જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. એ આશીર્વાદ આપતાં એ બંને વડીલો ખેદ સાથે ઉગાર કાઢે છે કે “ઉથ ત્યારે સારાવ વારિત”—માણસ પૈસાને ગુલામ છે, પૈસો કેઈને ગુલામ નથી. આ ઉદ્ગારનું સૂત્ર એ આ સંસારની કરુણ ઘટના ! ભીમ દ્રોણુ જેવાના જીવનના કારુણ્યની અહી સૂચના છે. આ બીજી tragedy–ધણુના લૂણ'ની કરણ કથા હિન્દુસ્થાનના ઇતિહાસમાં ઘણુ થઈ છે.
દુર્યોધનમાં એક વીરતાને ગુણ છેડીને તે પણ એક પ્રસંગ બાદ કરીને) –ષ, વેર, અદેખાઈ કપટ વગેરે દુર્ગણે જ ભરેલા છે. અને એ દુર્ગુણેને પરિણામે એ પિતાના આખા કુળના ક્ષયનું કારણ બને છે. આ તે ખુલ્લી tragedy (કરુણ કથા) છે, અને દુર્યોધનના સર્વ દુર્ગણે એ આખા મહાભારતની કરુણકથામાં પ્રવેશેલું સૂત્ર છે.
“સ્વર્ગારેણુ પર્વ” પહેલાં મહાભારત સમાપ્ત થઈ જાય છે, અને એ પર્વ તે પાછળનો ઉમેરે છે એમ માનીએ તે મહાભારતની કથાની કરુણતા સ્પષ્ટ જ છે. પણ એ પર્વને મહાભારતનું ઉચિત અતિમ અંગ માનીએ તે પણ એ પર્વ કથાની કરુણતા ઘટાડતું નથી, બલ્ક વધારે છે.
પણ ભારતવાસી આર્ય હદય કરુણ રસથી અટકતું નથી; એને આ વિશ્વના નિયતાના ન્યાયમાં એવી શ્રદ્ધા છે કે કેાઈ પણ રીતે, આકાશમાંથી
એ ઉપરથી ભારત પ્રજામાં “કુલાંગાર” શબ્દ રૂઢ થઈ ગયા છે– લીલાં વૃક્ષ જેવા કુળમાં અગ્નિ સમાન જે નીવડે તે કુલાંગાર.” આ કરતાં વધારે ઉગ્ર ભર્સનાને શબ્દ આપણી ભાષામાં નથી.