________________
પપર
સૂત્રકૃતાગ
દેવો ઊતરીને અને એમની પાસે વરદાન કરાવીને પણ, અન્યાયની કરુણતાને સ્થાને ન્યાયની શાન્તિ એ માગી લે છે–આ હરિશ્ચન્દ્ર, નાગાનન્દ, શિબિ વગેરેની કથાના અન્તને ખુલાસો. અથવા તે-કરુણ અન્તને કરુણ જ રહેવા દઈ, એ વડે જીવનની અસારતાનું સૂચન કરી, નિર્વેદ (વૈરાગ્ય) ઊપજાવી, શાન્તરસ (જેને સ્થાયી ભાવ નિર્વેદ છે) પ્રકટ કરે છે.
આ કારણથી, રસ અને ધ્વનિ શાસ્ત્રના આચાર્યો એમના વન્યાલોક' નામક અપૂર્વ મર્મગ્રાહી ગ્રન્થને અને મહાભારતને રસ શાન્તરસ છે એમ બતાવ્યું છે.
જુઓ મનુષ્યજીવનની નિકાસારતા, મહાભારત જેવા મહાયુદ્ધની નિષ્ફળતા! કૌર ભર્યા અને અને પાંડ પણ મર્યાં એ આખરે વસ્તુસ્થિતિ! એમ જ છે તે એમાં ભગવદ્ગીતાને શો અવકાશ? મહાભારતને અને ગીતાકારને ઉપદેશ એક કે ભિન્ન?
[ વસંત, શ્રાવણ–આશ્વિન સંવત ૧૯૯૨ 1
૧૩
સૂત્રકૃતાંગ
આ ગ્રન્થ જૈન આગમના એક પ્રાચીન ગ્રન્થ–સૂત્રકૃતાંગ–નો છાયાનુવાદ છે. દર્પણમાં પડતી “છાયા મૂળનું સવિશે પ્રતિબિમ્બ હોય છે, પણ આ “છાયા એટલે પડછાયઃ માત્ર આકૃતિનું દર્શન. તે વાચક આગળ મૂકવામાં અનુવાદકર્તાને એક સ્તુત્ય ઉદ્દેશ એ છે કે, આવા પ્રાચીન ગ્રન્થના જે ભાગમાં આજકાલના જમાનાને રસ નથી અને જે જાણવાથી ખાસ લાભ થવાને પણ સંભવ નથી, તેવા ભાગ છેડી દઈ માત્ર જે ભાગ અત્યારના વાચકને રસ ઊપજાવે, જ્ઞાન આપે, અને લાભ કરે, તેવા ભાગ જ રજૂ કરવા. આ અનુવાદ પદ્ધતિ પં. સુખલાલજીએ “તત્ત્વાર્થીધિગમસૂત્ર'ના અનુવાદમાં સ્વીકારી હતી, અને એ જ અત્રે ચાલુ રાખવામાં અનુવાદકે બહુ ડહાપણ વાપર્યું છે, અને એ વડે ગુજરાતના સર્વે વાચકોની જેનેની તેમ જ જૈનેતરની–સારી સેવા બજાવી છે. * શ્રીયુત ગેપાળદાસ જીવાભાઈ કૃત “મહાવીર સ્વામીને સંયમ ધર્મ” એ પુસ્તકની પ્રસ્તાવનારૂપે લખેલ લેખ.