________________
હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામને ફાળે ૫૪૩ ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે ધર્મની સાદાઈ (simplicity) એ ગુણ છે, * પણ તે અપૂર્ણ ગુણ છે. આરબ લોકેની સાદી સંસ્કૃતિને એ અનુકૂળ આવી પણ મનુષ્યસંસ્કૃતિની ઊંચી ભૂમિકાએ ચડેલી પ્રજાને એ સાદાઈ કામ ન આવે. એના ભાગ્યમાં તે ચિત્ર વિચિત્ર ભાવ અને વિચારથી સંકુલ જીવન લખાએલું છે. એની બુદ્ધિ અને એનું હૃદય સૂમ વિચાર અને વિવિધ લાગણીઓથી ભરપુર હાઈ એના ધર્મમાં પણ અનેક શંકાઓ, તર્કો શ્રદ્ધાઓ, વિવાદ, સમાધાને ભરેલાં હોય છે. ભલે એ વ્યવહારમાં ઘણીવાર હાનિકારક નીવડે, પણ જે પ્રજાને ઊંચી ભૂમિકાએ પહોંચવું છે તેને માટે એ અનિવાર્ય છેઃ “overcivilisation ઘણી વાર નિર્બળતા ઉત્પન્ન કરે છે, પણ civilisationની ભાવનાવાળી પ્રજાએ એમાંથી પસાર થઈને જ, અને આખરે સમતા પ્રાપ્ત કરીને, પોતાની ભાવના સિદ્ધ કર્યા વિના છૂટકે નથી, અર્થાત હિન્દુ પ્રજા જેવી સંસ્કૃતિની ઊંચી ભાવના ધરાવનારી પ્રજાને કેઈવાર મુસલમાન જેવી પ્રજાથી જીતાવાનો વખત આવે તે એ સંકટ સહી લેવું જોઈએ, અને પરિણામે શિવાજીની માફક સમતા પ્રાપ્ત કરી નિર્બળતાને પરિણામમાંથી છૂટવું જોઈએ. પણ એની ધાર્મિક સંસ્કૃતિને પાંચ હજાર વર્ષને ઈતિહાસ ઉલટાવી એણે વિચારની સાદાઈ અને કૃતિની પ્રધાનતા–જે ગુણે રા, નહાનાલાલે ઇસ્લામમાં બતાવ્યા છે એમાં કૃતકૃત્યતા માનવી ન જોઈએ. અમારું એમ કહેવું નથી કે રે, નહાનાલાલ આમ કરવા કહે છે. પરંતુ એમના લેખમાંથી આવી ભ્રાન્તિ થવાનો સંભવ છે એ નિવારવા અમારે આ સ્પષ્ટતા કરવાની જરૂર પડી.
૨, ન્હાનાલાલે એક વાત યથાર્થ કહી છે કે “પડદા ”ના રિવાજ માટે ઈસ્લામને દેષ દેવામાં આવે છે એ ખોટું છે. અન્તઃપુર વગેરે સંદિગ્ધ પ્રમાણ છેડી દઈએ, પણ કાલિદાસનો કયોષ' શબ્દ (૩ઘોષg ) જેમાં ધાવર્થ અટકમાં રાખવું, પૂરવું થાય છે એ જોતાં કાલિદાસના સમયમાં પણ “પડદે” હતો એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. બીજા પણ એથી પણ પહેલાંનાં ઘણું પ્રમાણે છે. પરંતુ તે સાથે " (જો કે સામે નહિ) એક એ વાત પણ પ્રબળ પ્રમાણુ તરીકે ધ્યાનમાં રાખવાની છે કે દક્ષિણ અને દ્રાવિડ હિન્દુસ્થાનમાં એ રિવાજ નથી, તેમ ઉત્તર હિન્દુસ્થાનમાં પણ ગરીબ લોકેમાં એ નહિ જેવો છે અને અત્યારે “પડદો તેડવાને જે સુધારે ઉપદેશાય છે તેમાં હિન્દુઓ જેટલા વિરુદ્ધ નથી તેટલા મુસલમાને વિરુદ્ધ છે.
સાહિત્ય, સંગીત, ચિત્રાલેખન આદિ વિષયમાં રા, હાનાલાલે જેને