________________
અનાસક્તિયોગ
કાલ્પનિક છે, સંપૂર્ણવતારનું પાછળથી થયેલું આપણુ છે” અમે પણ આ જ રીતે એતિહાસિક કૃષ્ણ અને આધ્યાત્મિક કૃષ્ણ એવાં કૃષ્ણનાં બે સ્વરૂપ માનીએ છીએ. કૃણુ તેમ જ કૌરવ પાંડ ઐતિહાસિક વ્યક્તિ હતા. એ મહાભારતનું સ્વરૂપ, એનું આખું વાતાવરણ, જેમાં સ્પષ્ટ છે, પરંતુ તે સાથે કલ્પનાનું પણ સંમિશ્રણ છે એના અનેક પુરાવા છે. મહાભારતના મંગલાચરણમાં જ જે “નર અને નારાયણને ઉલ્લેખ છે, અને જે અર્જુન અને કૃષ્ણના સખ્યરૂપે મહાભારતકારે આગળ વિસ્તાર્યો છે એનું બીજ ઉપનિષના જીવાત્મા–પરમાત્માનાં સંબન્ધદર્શક “I સુપf યુના સાચા ” ઇત્યાદિ વાક્યમાં છે. એટલું જ નહિ પણ કૃષ્ણ અને એમની ગાય વગેરે વર્ણન, જેને પાછળની પૌરાણિક કલ્પના માનવાને ચાલ પડી ( ગયે છે, તેનું મૂળ પણ છેક વિદUmfપ લાગ્યઃ ” “ પરિક્ષા જવાચઃ” ઇત્યાદિ સદસહિતાના મન્ચામાં છે. તેથી ગાંધીઈને ઉપર કહેલો વિચાર કેઈ પણ વિચારશીલ વિચારક પ્રતિષેધી શકે એમ નથી. કૃણુ પરમાત્માને અવતાર છે એ હિન્દુ માન્યતાનું વિવરણ કરતાં ગાંધીજી યથાર્થ લખે છે કેઃ “અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઈશ્વરને અવતાર છે. આમાં મને કંઈ દેષ નથી લાગત; એમાં નથી ઈશ્વરની મોટાઈને ઝાંખપ, નથી એમાં સત્યને આઘાત. “આદમકુ ખુદા મત કહે, આદમ ખુદા નહિ, લેકિન ખુદા કે નરસે આદમ જુદા નહિ. જેનામાં ધર્મજાગૃતિ પિતાના યુગમાં સહુથી વધારે છે તે વિશેષાવતાર છે. એ વિચારણએ કૃષ્ણરૂપી સંપૂર્ણવતાર આજે હિંદુધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.” અને આમ તત્ત્વજ્ઞાનની દષ્ટિએ અવતારવાદની યથાર્થતા બતાવીને માનસશાસ્ત્ર (Psychlogy) ની દષ્ટિએ એને ખુલાસો કરતાં ગાંધીજી ઉમેરે છે કે “આ દશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઈશ્વર થયા વિના સખ વળતું નથી, શાન્તિ થતી નથી.”
છે તે પછી ગીતાના મુખ્ય ઉપદેશનું વિવરણ કરતાં ગાંધીજી કહે છેઃ “ઈશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ ખરે અને એક જ પુરુષાર્થ. અને આ જ આત્મદર્શને....... આભાર્થીને આત્મદર્શન કરવાને, અદ્વિતીય ઉપાય બતાવવાને ગીતાનો આશય છે....એ અદ્વિતીય ઉપાય છે કર્મફલત્યાગ. આ મધ્યબિન્દુની આસપાસ ગીતાની બધી કુલગૂંથણ છે. ભક્તિ, જ્ઞાન ઈત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઈ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તે છે જ, તેમાંથી કઈ મુક્ત નથી. છતાં દેહને પ્રભુનું મન્દિર કરી તે દ્વારા