________________
અનાસક્તિયોગ
અનલા
-
૫૩૩
છે, અને એ દૃષ્ટિએ જોતાં યુદ્ધની નિષ્ફળતા બતાવીને, ધર્મને જય કરાવીને પણ પરિણામ નિર્વેદ–વૈરાગ્યમાં આપ્યું છે, અને નિર્વેદ એ શાન્ત રસને સ્થાયિભાવ હેઈ મહાભારત શાન્તરસનું કાવ્ય છે એમ ધ્વન્યાલેકકારે કરેલો સિદ્ધાન્ત યથાર્થ ઠરે છે.
પરંતુ મહાભારતના અન્તિમ તાત્પર્યની દષ્ટિએ ગીતાને અર્થ કરતાં ગીતાનું પર્યવસાન વૈરાગ્યના ઉપદેશમાં જ આવી કરે. પરંતુ વસ્તુતઃ ગીતા વૈરાગ્યને નહિ પણ કર્મયોગનો ઉપદેશ કરે છે એ સર્વમાન્ય છે એટલે ગીતાના ઉપદેશને મહાભારતના પૂર્વોક્ત તાત્પર્ય સાથે ઘટાવવો કઠિન છે. પરંતુ ધારે કે ગાંધીજી કહે છે તેમ ગીતાના યુદ્ધને મનુષ્યદયમાં થતું દૈવી અને આસુરી સંપનું યુદ્ધ માનીએ. પરંતુ એમ માનીને એને મહાભારતના અતિમ નિર્વેદ સાથે જોડીએ તે એને અર્થ એમ થાય કે મનુષ્યહદયમાં થતુ આ સૂક્ષમ યુદ્ધ પણ નિષ્ફળ છે ! ગીતાનું આ તાત્પર્ય લઈએ તે , અત્યારે ગીતા કર્મયોગનું સ્વરૂપ બતાવીને આપણું કર્તવ્યબુદ્ધિને જે જગાડી રહી છે એ મિથ્યા કરે. તે માટે ગીતાને અર્થ ગીતામાંથી જ કાઢવો, અથવા તો જે ઉપનિષદુધર્મ ઉપર એની રચના છે એને પ્રકાશ કામે લે એ ઠીક છે, પણ મહાભારતના અતિમ તાત્પર્ય સાથે ગીતાના ઉપદેશને જોડવો એ ઠીક નથી.
ગીતાને સ્થલ યુદ્ધ સાથે સંબન્ધ નથી એનું બીજું પ્રમાણુ ગાંધીજીએ એ બતાવ્યું છે કે “બીજો અધ્યાય ભૌતિક યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે. સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબન્ધ ન હોય એવું તેનાં લક્ષણમાં જ છે એમ મને તે ભાસ્યું છે. સામાન્ય કૌટુમ્બિક ઝગડાની યોગ્યતા-અગ્યતાને નિર્ણય કરવાને સારુ ગીતા જેવું પુસ્તક ન સંભવે.”
વસ્તુતઃ જેઓ ગીતાને પ્રસંગ સામાન્ય યુદ્ધને માને છે તેઓ સ્થિતપ્રજ્ઞના પ્રકરણનું પ્રયોજન એ પ્રસંગ જ છે એમ કહે છે. અર્થાત, એઓને મતે જીવનના સર્વ વ્યવહારમાં યુદ્ધ સુદ્ધાંતમાં–મનુષ્ય સ્થિતપ્રજ્ઞતાથી વ્યવહરી શકે છે એ બતાવવાનું ગીતાનું તાત્પર્ય છે. આ ધ્યાનમાં રાખવાનું છે કે ગીતાને પ્રસંગ “સામાન્ય કૌટુમ્બિક ઝગડાની યોગ્યતા અગ્યતાને” નહતો રહ્યો. શ્રીકૃષ્ણ પાંડવો તરફથી કૌર સાથે સન્ધિ કરવાનો પ્રયત્ન કર્યો. પાંચ ગામ લઈને પણ સમાધાન કરવા યત્ન કર્યો; અને એ પણ દુર્યોધનની દુષ્ટતાથી નિષ્ફળ ગયો, પછી યુદ્ધનાં મંડાણ મંડાયાં, અને