________________
હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ
પ૦૫
અમે વાચકને આ સંબધી કેટલુંક કહી ગયા છીએ—એટલે આ સ્થળે હાલ કાંઈ કહેવાની જરૂર જણાતી નથી. .
મિ. એમને કરેલી નિવૃત્તિમાર્ગની નિદાનકલ્પનાએ આપણને ઘણું ક્યા. હવે આપણે એમને ફલચિન્તન–નિવૃત્તિમાર્ગે આ દેશ ઉપર કરેલી સારી પેટી અસરના નિરૂપણુ–ઉપર આવીએ. આ ભાગમાં મિ. એમનના પહેલા પ્રકરણનું કેટલેક અંશે પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. અત્રત્ય નિવૃત્તિમાર્ગના ધાર્મિક લાભમાં મિ. એમને ત્રણ ગણું છેએથી લોકની દૃષ્ટિ આગળ વિશુદ્ધિ સંયમ અને ક્ષુદ્ર સંસારવ્યવહારની બેદરકારી એની ભાવના ઉપસ્થિત રહી છે, ગરીબને દાન કરવા તરફ ગૃહસ્થવર્ગમાં વૃત્તિ પ્રેરાઈ છે, અને અનેક પળે ઉત્પન્ન થઈ પરસ્પર સહનતા આવી છે. સામાજિક પ્લેટ લાભ એ થયો છે કે જ્ઞાતિબન્ધનથી ઉચ્ચ નીચના જે વિચાર ઉત્પન્ન થાય છે, એમાં ઘટાડો થઈ મનુષ્ય માત્રની સમતા તરફ લેકની દષ્ટિ ગઈ છે. રાજકીય દૃષ્ટિએ સાધુઓએ એક લાભ કર્યો છે અને એક નુકશાન કર્યું છે. તેઓ સદા આખા હિન્દુસ્તાનમાં ભટકતા રહે છે, અને તેથી આખા દેશની એકતા લેકની નજર આગળ આવે છે, પણ તેઓ આ જગતને મિથ્યા કરાવે છે તેથી રાજકીય દૃષ્ટિમાં અતિઆવશ્યક એવું જે સ્વદેશાભિમાન તેને નાશ થાય છે. (આ મિથ્યાદષ્ટિનું પરિણામ છે કે કેમ, અને એ મિથ્યાદષ્ટિ સાથે પણ સ્વદેશાભિમાન કેવું સંગત કરી શકાય છે એ એક જુદો પ્રશ્ન છે અને તે બીજે કઈક વખતે ચર્ચવા જેવો છે.) વળી, મનુષ્યબુદ્ધિના વિકાસમાં આ માર્ગે નુકસાન કર્યું છે એ પ્રકૃતિને અભ્યાસ નિરર્થક ગણી કાઢી નાખે છે, અને ધ્યાન વગેરે અશાસ્ત્રીય સાધનાની મૃગતૃષણા ઉત્તેજે છે. ઉદ્યોગની બાબતમાં, નિવૃત્તિમાર્ગે હિન્દુસ્તાનમાં કાયમ આળસુપણાનાં તત્તવજ્ઞાન અને કલા ઊપજાવ્યાં છે! એક પાદરીની ગણતરી પ્રમાણે હિન્દુસ્તાનમાં વસ્તીને આઠમે ભાગ ભીખ માગવાને ધન્ધ કરે છે. મિ. એમને આ ગણતરીના વિષમાંથી કેટલોક ઘટાડે કરે છે–તે કહે છે કે ઈગ્લેંડ જેવા દેશમાં પણ કેટલેક ગરીબ વર્ગ એવો હોય છે જેને સરકારી તીજોરીમાંથી એટલે કે દેશના પૈસામાંથી નિવહ કરવો પડે છે– અત્રે સાધુઓને ખાનગી દાનથી નિર્વાહ થાય છે, માટે અમુક સંખ્યા તે ભીખ માગનારાઓની આવશ્યક ગણી બાદ કરવી જોઈએ. વળી દરેક દેશમાં ધર્મોપદેશકે પણ કાંઈક કરે છે, અને તે પ્રમાણે અત્રે સાધુઓની કેટલીક સંખ્યા લેકને ધર્મ ઉપદેશવાનું કામ કરે છે, એટલે તેટલી સંખ્યાને