________________
હિન્દના તત્ત્વજ્ઞાનને ઇતિહાસ
પ૨૧
સાંકળની કડીઓ ઓળખવામાં ભૂલ થાય છે. અત્રે સમસ્ત તત્ત્વજ્ઞાનની એક સાંકળ નથી, પણ વિવિધ દર્શનના જુદા જુદા પ્રવાહ છે–અને જો કે પ્રત્યેક દર્શનને ઇતિહાસ હેગલે માનેલા કલ્પિત એકઠામાં ગોઠવાતે નથી, તે પણ પ્રત્યેક દર્શનના ઈતિહાસમાં એક અખંડ ધારા જોઈ શકાય છે. તેમાં ઇતિહાસકારની એ ફરજ છે કે પ્રત્યેક ગ્રન્થકારને એના પૂર્વજ સાથે સંબધ બતાવ, અને તત્તત્કાલીન દર્શનાન્તરના પ્રતિપાદકથી એના ઉપર થએલી સ્વીકાર યા વિરોધરૂપ અસર પણ નજરે પડે છે તે પણ પ્રકટ કરવી. આ કર્તવ્ય કરવામાં આવે તે જ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ વર્ણનાત્મક થઈ ન રહેતાં ચિન્તનાત્મક થાય. ભવિષ્યને કોઈ ઈતિહાસકાર એ દષ્ટિબિન્દુથી લખશે તે તે એક મોટી સેવા ગણાશે.
પ્રો. મેકેન્ઝી કહે છે કે હિન્દના તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં જે કે એક સળંગ પ્રવાહ (Continuity) નજરે પડતો નથી, પણ એમાં એક જાતની કાંઈક એકતા તે છે જઃ અને તે એકતા એ છે કે હિન્દના તત્ત્વજ્ઞાનને સદા ધર્મ સાથે સંબન્ધ જોવામાં આવે છે. આથી આ તસવજ્ઞાનમાં ડાહ્યું ઠરેલપણું (sobriety) આવેલું છે. પ્રે, દાસગુપ્ત કહે છે તેમ, હિન્દનાં દર્શને માત્ર વિચારની તરંગી વૃત્તિ થકી જ જન્મેલાં નહોતાં, પણ જીવનને ધાર્મિક ઉદેશ સિદ્ધ કરવા માટે મનુષ્ય હૃદયમાં જે ઊંડી ભૂખ રહેલી છે તે સોષવા માટે એ ઉત્પન્ન થયાં હતાં. અને તેથી કર્મ અને પુનર્જન્મ આદિ નૈતિક જીવનને પોષનાર સિદ્ધાન્ત લગભગ સર્વ દર્શને સ્વીકારે છે.
છે, મેકેન્ઝી હિન્દના તત્ત્વજ્ઞાનના હેટા ભાગમાં એક દેષ એ બતાવે છે કે એમાં નિરાકાર અને શબ્દાતીત'નું શરણ લેવામાં આવે છે! આ પણ એક દેષ? ગ્રીસના આરંભકાળના તત્વજ્ઞાન પર છે, બનેટ કહે છે કે એમાં આકારનું (form) ગ્રહણ એટલું બધું છે કે એની કાગળ ઉપર આકૃતિ દેરીને સમઝી શકાય. આ પ્રમાણે આપણું તત્ત્વજ્ઞાનમાં થઈ શકતું નથી એ એક મોટી ખામી ! કેટલાક વર્તમાન વેદાતીઓને કાગળ ઉપર આકૃતિ દેરીને બ્રહ્મ માયા જીવ સત્ત્વ રજસ્ તમ્ મન બુદ્ધિ અહંકાર આદિ તત્ત્વજ્ઞાનના પદાર્થોને સમઝણમાં ઊતારતા જોઈને અમને હસવું આવ્યું છે–ત્યાં છે, બનેંટ તત્વજ્ઞાનમાં આકારનું પ્રતિપાદન ભાગે છે ! “ નામ-રૂપ” થી મુક્ત નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કરતાં શંકરાચાર્ય એક ગુરુ-શિષ્યને સંવાદ ટાંકયો છે તેમાં શિષ્ય (બાવ)ના પ્રશ્નનો ઉત્તર ગુરુ (બાષ્કલિ) મૌન વડે આપે છે. શિષ્ય મૌનનું