________________
૫૦
હિન્દના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ
હિન્દના તત્ત્વજ્ઞાનના ઇતિહાસ
“ A History of Indian Philosophy ”—હિંદના તત્ત્વજ્ઞાનના ઇતિહાસ મિ. ક્રાસગુપ્ત નામે એક બૈંગાળી ગૃહસ્થે લખવા માંડ્યો છે, અને એના પ્રથમ ભાગ કેટલાક માસથી પ્રસિદ્ધ પણ થઈ ચૂકયા છે. પુસ્તક મ્હાલું છે (પૃ. ૪૯૪). એમાં નવીન કલ્પના કે નવીન દૃષ્ટિબિન્દુ કે નવીન જ્ઞાન ભાગ્યે જ જોવામાં આવે છે, પણ આવા વિગતભર્યાં ઇતિહાસ આ પહેલવહેલા જ પ્રકટ થયા છે, અને તેથી આ ગ્રન્થકારને એમના ગ્રંથન માટે પુષ્કળ ધન્યવાદ ધટે છે.
પરંતુ આ વિચારમાધુકરીમાં એ ગ્રન્થનું અવલેાકન કરવાના પ્રસંગ નથી. એનું એક અવલેાકન ( ખીજાં ઘણાં થઈ ગયાં છે. ) હમણાં જ— જાન્યુઆરીના Mind પત્રમાં—પ્રેા. મૅકેન્ઝી નામના એક પ્રૌઢ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિદ્વાને લખ્યું છે. એમાંના થાડાક વિચાર। . અત્રે નોંધી એ ઉપર એ શબ્દો કહીને અટકીશું.
હિન્દના અને યૂરોપના તત્ત્વજ્ઞાન વચ્ચે ભેદ એ બતાવવામાં આવ્યે છે કે યૂરોપને! ઇતિહાસ એક સળંગ સાંકળમાં સંકલિત કરી શકાય છે તેમ હિન્દના તત્ત્વજ્ઞાનનું નથી. ચૂપમાં એક તત્ત્વજ્ઞ એના પહેલાંના તત્ત્વનનું તત્ત્વજ્ઞાન લઈ એનું ખંડન વા પરિષ્કાર કરે છે, અને આ રીતે ત્યાંના ઇતિહાસમાં અનુક્રમે પ્રકટ થએલા સધળા તત્ત્વજ્ઞાનના વિચારા એક સાંકળની કડી યાને એક સીડીના પગથિયાંની માફક રહેલા ખતાવી શકાય છે. અને તે એટલે સુધી કે હેગલે ગ્રીક તત્ત્વજ્ઞાનના સમયથી માંડી યૂરોપના તત્ત્વજ્ઞાનના ઇતિહાસને એક સળંગ વિચારરૂપે પ્રતિપાદન કર્યો અને મારી મચડીને, ક્વચિત્ કાલિક અનુક્રમ ઉલટાવી નાંખીને પણ, એ ઇતિહાસને એની વિચારત્રિપદી ( Dialectic ) ના ચેાકઢામાં બંધ એસતા કર્યાં છે. મિ. દાસગુપ્ત અને એમના અવલેાકનકારને અહીંના તત્ત્વજ્ઞાનના ઇતિહાસની આવી કાઈ પણ રીતની સંકલના પ્રતીત થતી નથી.
Catego
મને લાગે છે કે આપણાં દર્શનને મૂળ આન્તર વિચારના સંબન્ધથી સારી રીતે સાંકળી શકાય એમ છે——જીવા વસન્ત માર્ગશીર્ષ ૧૯૭૦; ‘આપણેાધર્મ’ ‘પગ્દર્શનની સંકલના. પરંતુ અહીના તત્ત્વજ્ઞાનના સંપૂર્ણ ઇતિહાસ એ એ રીતે સાંકળી શકાતા નથી એમ જે દેખાય છે તેનું કારણ એ છે કે