________________
હિન્દુ ધર્મનું હાર્દ
'પ૧૯ જો એ વાસ્તવિક રીતે ધર્મ હોય તા—એનું લક્ષણ પણ પ્રેમ બાંધી શકાય?” માટે—સર નારાયણરાવના પૂર્વૈત સિદ્ધાન્ત ખરા છે, અને હિન્દુ ધર્મના હાઈતું, ખટક ધર્મના હાર્દનું, એમને સાચું જ્ઞાન છે એમ લાગે છે.'
(૨) એક બીજી ધ્યાન ખેચનારી બાબત એમણે એ બતાવી કે હિન્દુ ધર્મનું રહસ્ય જાણવું હાય તેા હિન્દુઓના જીવનમાં જીવા—અને તે જીવન પરદેશી વિદ્યાથી રૂપાન્તર પામી ગએલા કે શહેરના એશઆરામથી વિકાર પામેલા હિન્દુ જીવનમાં નહિ જણાય—એ માટે તમારે અભણુ અને ગરીબ લેાકાનાં ઝૂંપડાંમાં જઈ ત્યાંનું જીવન જોવું જોઇશે—અને તે પણ બહારનાં પડ ઊતારીને અંદર દૃષ્ટિ નાંખવાથી જ જણાશે. જેમને આ દૃષ્ટિબિન્દુ પૂર્વે સૂઝયું ન હેાય તેમને મારી વિનંતિ છે કે તે ઉપર સ્થિર ચિત્તે મનન કરવું, અને તેમ થશે તેા મને ખાતરી છે કે કીટ્સ આગળ ચૅપમનના ‘ હેમર ’ જેવા—હિન્દુ ધર્મની એક નવી જ પેાથી એમની નજર આગળ ઊધડેલી દેખાશે. અને એ જોઈ એમને મુખેથી,—શાસ્ત્રબ્યસની અને તર્કવ્યસની પ`ડિતાને મુખેથી—કીટ્સને મળતા ઉદ્ગાર નીકળ્યા વિના નહિ રહે ઃ— "Much have I travelled in the realms of gold,
And many goodly states and kingdoms seen; Round many western islands have I been Which bards in fealty to Apollo hold. Oft of one wide expanse had I been told That deep-browed Homer ruled as his demesne; Yet did I never breathe its pure serene; Till I heard Chapman speak out loud and bold; Then felt I like some watcher of the skiesWhen a new planet swims into his ken!" [વસન્ત, શ્રાવણ ૧૯૬૮ ]