________________
પરર
હિન્દના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ તાત્પર્ય ન સમઝીને બીજીવાર ત્રીજીવાર પ્રશ્ન કરે છે ત્યારે ગુરુ કહે છે “તૂ હુ તુ વિનિરિ ૩પરાનો ચારમr”—“ હું તો ઉત્તર આપું છું, પણ તે સમઝતે નથીઃ આ આત્મા ઉપશાન્ત છે. (અને તેથી કેવલ મૌન વડે જ નિર્દેશ્ય છે.)” છે. કેન્ઝી “તિ જોતિ –થી મૂંઝાય છે. અમને આ મૂંઝવણનું કારણ સમઝાતું નથી– કઈ પણ આકારવાદી એ અમારા જોવામાં આવ્યો નથી કે જે પરમાભાની અચિત્યતાને સ્વીકાર કરતો ન હોય. ગ્રીસના તત્ત્વજ્ઞાનમાં જે ખૂબી બતાવવામાં આવી છે એમાં જ એની ખામીનું બીજ રહેલું છેઃ આરંભકાળના ગ્રીક તત્ત્વો જગતનું કારણ શોધતાં ચાર મહાભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ) ની પાર જઈ શક્યા નહોતા. એમાંના માત્ર એક જ જગતની ઘટનામાં બુદ્ધિનું દર્શન થયું હતું. એ પછીના કાળમાં સોક્રેટિસનું તત્ત્વજ્ઞાન પણ નીતિવિષયક અને ઐહિક દષ્ટિબિન્દુથી રચાએલું હતું. તે પછી પ્લેટોને બાદ કરીને એરિસ્ટોટલના તત્ત્વજ્ઞાન ઉપર આવીએ તે તે તે ઐહિકતાથી ભરપૂર હ. ઈશ્વરના સ્વરૂપ વિષે વિચાર તે તે પછીના યુગમાં પૂરેપ ગ્રીક તત્ત્વજ્ઞાનમાં નહિ પણ ક્રિશ્ચયન ધર્મમાં શું છે. પણ એ મધ્યયુગ વીતી ગયા અને ડેકોર્ટથી શરૂ થએલું અર્વાચીન યૂરેપનું તત્વજ્ઞાન (સ્પિઝા વગેરે કેટલાક તત્વોના વિચારને બાદ કરતાં) ધર્મથી વિખૂટું પડેલું છે. પરંતુ જ્યાં ધાર્મિક દૃષ્ટિ હશે ત્યાં પરમાત્માને જગતની અન્તર્ માન્યા છતાં જગતની પર–અને તેથી અચિત્યમાન્યા શિવાય ચાલશે જ નહિ. અને એ જ અચિન્યતામાંથી નિર્વિશેષવાદના પતિ રતિ ને ઉભવ છે.
છેવટનું છે. મેકેન્ઝીએ કરેલું એક દષારે પણ તે અદ્ભુત છે. એ કહે છે કે હિન્દના તત્ત્વજ્ઞાનમાં પૂર્વોક્ત કારણને લીધે વિશદતા (Clearness)–યાને સ્પષ્ટતા–નિશ્ચિતતાને અભાવ છે. અને તેથી બૌદ્ધ તત્ત્વજ્ઞાન નિરીશ્વરવાદી તરીકે પ્રસિદ્ધ છતાં, એ નિરીશ્વરવાદી નથી કિન્તુ ઈશ્વર પર એ માત્ર મૌન જ ધારણ કરે છે, એમ મિ. હોમ્સ નામે એક વિદ્વાન પ્રતિપાદન કરી શક્યા છે. પરંતુ, વસ્તુતઃ આવી સ્થિતિ જગતના ઘણું મહેટા તત્ત્વજ્ઞાનીઓમાં જોવામાં આવી છે–ચૂરેપના અર્વાચીન યુગના મોટામાં મોટા તત્ત્વવેત્તા કાન્ટનું જ ઉદાહરણ આ વિષયમાં બસ છે.
[ વસન્ત, માઘ સંવત ૧૭૯ ]