________________
પર૪
धम्मपद છીએ. પરંતુ આ વિરુદ્ધ એમને પિતાને એક કલ્પના છુરે છે તે એ કે ધમ્મપદના પ્રથમ વર્ગની પ્રથમ કથામાં જ “ધુમ્મ” અને “પદ' શબ્દ આવે છે એને અનુસરતું જ ગ્રન્થનું નામ નહિ પડ્યું હોય? અને એમ હોય તે ત્યાં તે “પદ” શબ્દને અર્થ માર્ગ જ છે. આમ ઉભયપક્ષી વસ્તુસ્થિતિ વિચારતાં–ગ્રન્થકારે ઉભયાર્થક શબ્દ બુદ્ધિપુર સર પ્રયો હોય તે પ્રાચીન ની રીત જોતાં આશ્ચર્ય નહિ. “ધર્મ –શબ્દના અર્થને વિચાર વધારે ઉપયોગી હતું, પરંતુ આ કસમ્બીએ એ કર્યો નથી. “ધર્મ –શબ્દનો અર્થ પાલિમાં, પ્રસિદ્ધ સંસ્કૃત અર્થ ઉપરાંત પદાર્થ એવો વિશેષ થાય છે. પ્રથમ (યમક) વર્ગની પ્રથમ ગાથામાં મgવમા ધમાં ઈત્યાદિમાં “ધમ” શબ્દનો અર્થ ભાષાંતરકારે પદાર્થ કર્યો છે. પણ એ જ શબ્દને બીજો અર્થ જે સંસ્કૃતમાં જાણીતા છે તે પણ પાલિમાં, નથી થતો એમ નથી–ધમ્મપદનું જ ઉદાહરણ ગાથા ૨૦ માં જુઓ અને ૧ લી ગાથામાં પણ એ જ અર્થ અભીષ્ટ હોય તે આશ્ચર્ય નહિ. આ રીતે મમ અને પદ બંને શબ્દને અમે બે અર્થમાં લેવું યોગ્ય ધારીએ છીએ.
અંગુત્તર નિકાયના પંચકનિપાતમાં બુદ્ધ ભગવાને ધીમે ધીમે પ્રવાસ કરવામાં પાંચ ગુણ બતાવેલા છે તેમાં “ હુર્ત કુirtત” એમ એક વચન છે એમાંથી પ્રસ્તાવનાકારે એ અર્થ કાઢક્યો છે કે “ આમાં પિતાના શ્રાવકે બીજા પંથેના શ્રમણ બ્રાહ્મણ પાસેથી જ્ઞાનસંગ્રહ કરે એ બુદ્ધ ભગવાનને હેતુ સ્પષ્ટ રીતે દેખાય છે.” અમને આ અર્થ ઘટે તે કરતાં વધારે ખેંચી કાઢેલો જણાય છે. કારણ કે “જે ધર્મવાક્ય સાંભળ્યું ન હોય તે સંભળાય છે એમાં જે ધર્મવાક્યને નિર્દેશ છે તે પરધર્મના વાક્યને છે એમ માનવાને કાંઈ ખાસ કારણ નથી. જે કાંઈ કારણ હોય તે તે બુદ્ધ ભગવાનના પિતાના ઉદાર સ્વભાવમાં જ રહેલું કલ્પી શકાય, પૂર્વોક્ત “અમૃત પદ કે જેમાં પારકા તેમ જ પિતાના અને ધર્મનાં વાકાનો સમાવેશ થઈ શકે તેમાં રહેલું નથી. ભાષાન્તરમાં મળનો કેઈ શબ્દ છૂટી ગયો હોય અથવા કોઈ શબ્દાર્થ દુર્વાહ્ય હોય તે તે બીજી આવૃત્તિમાં સુધારી વધારી લેવા ભાષાન્તરકારને વિનંતિ છે; આવાં કઈ કઈ સ્થળ અમારી નજરે આવ્યાં છેઃ ૨૦ મી ગાથામાં
ક શબ્દ ભાષાન્તરમાં ઊતર્યો નથી. ૨૦૯મી ગાથામાં “અથે છેરી દઈને પ્રિયનું ગ્રહણ કરનાર આત્માનુયોગીની સ્પૃહા કરે છે.”— અહીં શબ્દાર્થ બ્રાન્તિજનક તેમ જ દુર્ણાહ્ય છે, કારણ કે પાલિને પિz=