________________
૧૧૮
હિન્દુ ધર્મનું હાર્દ આત્માના ચિન્તનમાં એ દેહને અવગણે છે એમ જે કેટલાકનું ધારવું છે તે ખોટું છે. શાસ્ત્રકારોએ ધર્મઅર્થ-કામ અને મોક્ષ એમ ચાર ભાગમાં પુરુષાર્થ વહેંઓ છે (અર્થાત્ અર્થ અને કામને પણ એમાં સમાવેશ કર્યો છે.) અને મનુષ્યનું આયુષ્ય ઓછામાં ઓછું શીત્તેર વર્ષનું તે થવું જ જોઈએ એમ દેહસંરક્ષણ પરત્વે આગ્રહ દર્શાવ્યો છે. લોકના આરેગ્ય અર્થે કરવામાં આવતા દાનની પુરાણદિકમાં પ્રશંસા કરેલી છે. વૃદ્ધતા માટે પણ તેઓને એવું તે માન છે કે અમુક ઉમ્મર ઉપરના શકને બ્રાહ્મણવત માન આપવાની આજ્ઞા કરી છે. અને આ સર્વે બાબત ઉપર હિન્દુ શાસ્ત્રકારેએ એટલું બધુ લક્ષ આપ્યું છે કે એઓએ જીવનની એક કલા (“Art of life') રચી ચૂકી છે એમ કહીએ તે ચાલે. દંતધાવનથી ભાંડી દિવસના સઘળા વ્યવહારમાં શારીરિક સ્વચ્છતા જાળવવાના નિયમો મૂક્યા છે એમાં અતિશય પડતું થઈ જતુ હશે, પણ વર્તમાન સમયની “કલબ અને જીમખાનાની લાઈફમાં એટલું સ્મરણમાં રાખવા જેવું છે કે
Health means holiness” તન્દુરસ્તી એ એકલી તન્દુરસ્તી જ નથી પણ પવિત્રતા પણ છે. માટે પ્રાચીન “ સદાચાર” નું સેવન કરે–એ સદાચારના બાહ્ય સ્વરૂપને વળગવાની જરૂર નથી, પણ એના આતર સ્વરૂપને ખૂબ સમજે અને આચરે.
પણ આ સર્વ વિગતો કરતાં પણ સર નારાયણરાવે પ્રકટ કરેલી બે બાબતે મને ખાસ કરીને ગમે છેઃ
(૧) એક તે એમણે પહેલા જ આર્ટિકલમાં હિન્દુ ધર્મનાં લક્ષણ પર બહુ ઉત્તમ વિચાર પ્રતિપાદન કર્યો છે. જે બ્રહ્મનું લક્ષણ શક્ય હોય તો હિન્દુ ધર્મનું લક્ષણ શક્ય છે. આ વિચાર આ જ આકારે હુ ઘણુ વખતથી ધરાવું છું, અને હિન્દુ ધર્મનું લક્ષણ શું એ પ્રશ્ન કેઈ ઠેકાણે પૂછાએતો હું વાચું છું કે તુરત મારા મનમાં પહેલો વિચાર આ આવે છે કે –
આ પ્રશ્ન કરનારને ધર્મ એટલે શું એની ખબર હશે ખરી ? શું ધર્મ એ પરમાત્મવિષયક નથી? અને પરમાત્મા કદી પણ લક્ષણથી બાંધી શકાય છે ખરે? અને નથી બાંધી શકાતે તે એના પ્રત્યેની વૃત્તિ પણું લક્ષણથી કેમ બાંધી શકાય? અને જે ધર્મનું લક્ષણ ન બાંધી શકાય, તે હિન્દુ ધર્મ
દાખલા તરીકે, ગયે વર્ષે મેં વસન્ત પત્રમાં કેટલાક ધર્મ સંબધી લેખો લખ્યા હતા. તે વખતે એમાંના એક લેખનું અવલોકન કરતાં ગુજરાતીમાં કાઈક ગૃહસ્થ આ પ્રશ્ન પૂછેલો.