________________
૫૧૨
* શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય ઈશ્વરે જે આજ્ઞા કરી મૂકી એ નીતિ, એ સમજણ પણ ખોટી છે; કારણ કે જે આજ્ઞાની યથાર્થતા જગતના વ્યાપારમાં અત્યારે પ્રતીત ન થાય, અને જેની યથાર્થતામાં આપણું મન સાક્ષી ન પૂરે એ માનવાથી ઈશ્વરને આપણે દૂર રાખીએ છીએ. આટલા માટે પરમાત્માની આજ્ઞાને વર્તમાન હિન્દુસ્તાનમાં જાતથી અનુભવવી–દેશકાલાનુસાર પ્રાચીન વાને વર્તમાન યુગને અનુકૂલ કરવાં, તથા એ વાતનું રહસ્ય સમજવું, એ આપણું કામ છે. પાંડવો સ્વચ્છન્દાચારી થયા ન હતા; લોકમતરૂપી આંધળાની લાકડીને પણ આશ્રય લીધે ન હતું કે કર્તવ્યના નિર્ણય અર્થે કાલાતીત પુસ્તકનું પણ શરણુ લેતા ન હતા તેઓ કૃષ્ણ પરમાત્માને અધીન થયા હતા, એનાં નેત્રે જતા હતા, અને એણે ઉપદેશેલા સમયધર્મનું પરિપાલન કરતા હતા. જ્યાં આ જીવંત ધર્મ છે ત્યાં જ જય છે–અને જય છે એ પણ નક્કી જ છે, આટલું સત્ય જે આપણે હૃદયમાં સારી રીતે સ્થાપી રાખીએ તે આપણી સ્વદેશહિતાર્થે થતી પ્રવૃત્તિમાં ઘણા વિવાદો, ઘણી નિરાશાઓ, ઘણું મિથ્યા પ્રયત્ન થતા અટકે–અને અડગ ધૈર્ય તથા ઉત્સાહ પ્રાપ્ત થવાની સાથે ઉન્નતિને ખરે–સુનિશ્ચિત અને સીધે-માર્ગ હાથ લાગે.
૨ પૂર્વોક્ત ઉપદેશ સાથે વર્ણવાએલો બીજે ઉપદેશ તે ધૃતરાષ્ટ્રના પાત્રદ્વારા મહાભારતકારે સૂચવેલ બેધ છે. ધૃતરાષ્ટ્ર અનતમાંથી દુષ્ટ નથી– પાંડવો ઉપર એને ઘણો સ્નેહ છે, તેઓ પ્રતિ વડીલ તરીકે પોતાનું કશું કર્તવ્ય કરવાની એનામાં હિમત અને દઢતા નથી. દુર્યોધને જ્યારે યુધિષ્ઠિરને ફસાવવા માટે ઘત રમવાની ચેજના કરી ત્યારે ધૃતરાષ્ટ્ર અને ઘણી સારી શીખામણ દીધી, પણ જે દઢતાથી એને એ દુષ્ટ કૃત્ય કરતો અટકાવવો જોઈએ તે ન દાખવતાં, એણે આત્મવંચન (મન સલામણી)ના વચલા ભાર્ગ કાઢવા માંડ્યા. પણ કર્તવ્યને માર્ગ તે ડુંગરની કરાડે આવેલી સાંકડી પગથી જેવો છે. એના ઉપરથી ખસ્યા પછી અડધે ડુંગરે પડીને અટકાતું નથી; ત્યાંથી ખશેલાને અધઃપાત તે છેવટે ઊંડી ખીણમાં જ થાય છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને છૂત રમવાની ના પાડી શકે નહિ ત્યારે તેણે પોતાના આત્માને છેતરીને એમ ઠરાવ્યું કે ભીમની દેખરેખ નીચે ઘત રમાશે તે હરકત નથી! આ વચલો માર્ગ કેવો મિથ્યા નીવડ્યો એ આપણે સારી રીતે જાણીએ છીએ.
- કાયાકાર્યના વિવેકવાળી અને ધર્મ (નીતિ) ઉપર અચલ નિષ્ઠાવાળી ક્ષત્રિયમાતા ગાન્ધારી, પોતાના છેકરાની દુર્બુદ્ધિ કેટલે દૂર પહોંચી છે એ