________________
એનું ઓળખ ગોચર થાય
માં પર અમનો
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય : ૫૧૧ સવિશેષ ભાસે છે તેમ ધર્મગ્લાનિના સમયમાં એ ખાસ દષ્ટિગોચર થાય છે. એવે સમયે, અમુક પુણ્યશાળી આત્માઓને એનું ઓળખાણ પડે છે, અને એ ઓળખાણ પડતાંની સાથે, અધર્મનો સંહાર કરવામાં તેઓ સાધન બને છે. પ્રકૃતિના જે ખંડમાં પરમાત્માનું પ્રાકટ્ય તેઓ નિહાળે છે અને જ્યાંથી તેઓ ધાર્મિક ઉત્સાહ પામે છે, જેનાં નેત્રથી તેઓ જગત જુવે છે અને જેની આસપાસ તેઓ એકતા પ્રાપ્ત કરે છે,–એ સુભગ પ્રકૃતિખંડ તે ભગવાનના અવતારનું શરીર છે. જેમ કેઈ પણ આત્મવાદી દેહને આત્મા માનતા નથી તેમ કોઈ પણ ખરે કૃષ્ણભક્ત કૃષ્ણના શરીરને જ કૃષ્ણ માનતા નથી. એ શરીરમાં જે પરમાત્માનું પ્રાકટ્ય હતું તેના અમે ભક્તો છીએ; અપ્રકટના નથી, કારણ કે અપ્રકટની ભક્તિ જ સંભવતી નથી; તેમ શરીરના પણ નથી, કેમકે એ શરીર પ્રભાસકાંઠે ક્યારનુંએ વિલય પામી ગયું છે એ અમે સારી રીતે જાણીએ છીએ. તથાપિ જેમ પ્રિયા ઉપર પ્રેમ એના નિત્ય આત્માને અવલંબે છે, એના નશ્વર શરીરનો લેપ થયા પછી પણ એ જ જાજવલ્યમાન રહે છે, અને છતાં એની કલ્પના તે શરીરવિશિષ્ટરૂપે જ થાય છે–તેમ કૃણુપરમાત્માના ભક્તો પણ એના પરમાત્મતત્ત્વના ભક્ત હોવા છતાં, એની મનુજઆકૃતિ વિલય પામ્યા પછી પણ, એ જ અલૌકિક છબિનું ધ્યાન ધરે છે. આવું અવતારભક્તિનું રહસ્ય છે. માટે મહાભારતકારે માત્ર પરમાત્માને નિર્દેશ ન કરતાં, “ચતઃ suઃ” એમ શ્રી કૃષ્ણને નિર્દેશ કર્યો છે તે યોગ્ય જ છે.
વળી જ્યાં કૃષ્ણ છે ત્યાં જ ધર્મ–અથત આચારવિચારની સઘળી સદ્ભાવના જેમ એક પાસ છવ થકી કે જગત થકી નિમિત નથી, તેમ બીજી પાસ જીવ અને જગત બંનેની બહાર વસતા પરમાત્માની પણ કરેલી : નથી. આ સર્વ વાત વર્તમાન સમયમાં આપણું દેશના લોકે ખૂબ મનનપૂર્વક ધ્યાનમાં લેવાની છે. જીવને ધર્મનું નિદાન માનવું–અર્થાત પિતપિતાને ફાવે તે નીતિ એ સમજણ, જનસમાજને છિન્નભિન્ન કરી નાંખે છે; આટલી ચેતવણુ કેટલીવાર “અન્તર્દીપ’ને નામે મિથ્યાભિમાન અને દુરાગ્રહને પૂજનારા કેટલાક સુધારાવાળાઓએ લક્ષ્યમાં રાખવા જેવી છે. જગત ઉપર નીતિને સ્થાપવી–અર્થાત દુનીઆદારીના ડહાપણને અને લોકલાજને વળગીને ચાલવું એ નિયમ–જનસમાજને જડ અને નિર્જીવ પત્થર જેવો કરી મૂકે છે; આ બાબત “સ્વદેશાભિમાનને નામે વર્તમાન દેને બચાવ કરનાર પ્રાચીને એ લક્ષમાં લેવાની છે. જગત અને જીવ ઉભયથી ભિન્ન એવા