________________
૫૦૮ હિન્દુસ્તાનના ગી સંન્યાસી અને સાધુઓ કરીએ છીએ. હમણાં થોડાક વખત ઉપર, લાલા જનાથ નામે ઉત્તર હિન્દુસ્તાનનાં એક નામીચા ગૃહસ્થ હરિદ્વારના મેળાના પોતાના અનુભવ ઉપરથી એક લેખ લખ્યો છે, એમાં આ વર્ગના લેકે ખરે નિવૃત્તિમાર્ગ કેવા વિસરી બેઠા છે એ બહુ સારી રીતે બતાવ્યું છે. કેટલાક ધનાઢય હેય છે, ઘણું મૂર્ખ અને કલહપ્રિય હોય છે, અને માત્ર થોડાક જ શાન્ત, વિદ્વાન અને ખરી સાધુતાનાં લક્ષણવાળા હોય છે. તેઓ કહે છે કે એ મેળામાં સે હષ્ટપુષ્ટ જુવાન છોકરાઓને સવારમાં જનોઈ દીધું, અને સાંઝે સર્વને સંન્યાસી કરી છોડી મૂક્યા ! આ વાત જેમ એક તરફથી હાસ્ય ઊપજાવનારી છે, તેમ બીજી તરફથી આપણને નીચું જોવડાવનારી છે. અને એની યથાર્થતા માટે લેશભાર પણ શંક્રા લેવાનું કારણ નથી. લાલા બૈજનાથને એ વર્ગ માટે ભમતા હતી, અને એમને હિન્દુસ્તાનના હિતાર્થે કાંઈ સદુપયોગ થઈ શકે તે કરવો એ ઇરાદાથી તેઓ ત્યાં ગયા હતા, અને છેવટે નિરાશ થયા. શેરીઆમાંથી કેળ ઊપજાવવાનો શ્રમ વૃથા છે. લેહમાંથી સુવર્ણ કાઢવું અશક્ય છે. લેહને સુવર્ણ બનાવવા માટે અલૌકિક પારસમણિનો સ્પર્શ જોઈએ. એક નવો જ સન્યાસી અને સાધુઓને વર્ગ ઉપજાવવાની જરૂર છે. જે નિવૃત્તિમાર્ગ ખરે છે, તે ઉત્તમ મગજ અને હૃદયવાળા જગહિતૈષી હિન્દનિવાસીઓએ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય મૂર્તિરૂપ થઈ સર્વત્ર વિચરવું જોઈએ. આવા પરમ દયાળુ મહાત્માઓ, જેમને અવતાર પૃથ્વીને કૃતાર્થે કરવા માટે જ છે, એમના નામની પરંપરા અત્યારે સ્મરણમાં આવી અમારા હૃદયને પાવન કરી રહી છે –
"यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव । पुत्रेति तन्मयतया तरवोभिनेदु :
તે સર્વ મતદાથે મુનિમાનતોડરિક છે” જેને કાંઈપણ કર્મો કરવાં બાકી રહ્યાં ન હતાં, તથા જેને હજી ઉપનયન સંસ્કાર પણ થયો નહતે એવા શુકદેવજી વનમાં ચાલી નીકળ્યા, તે શમણે વિરહથી વિકલ થએલા એમના પિતા વેદવ્યાસ દ્વૈપાયન મુનિ એમણે એમની પાછળ દોડી “હે, પુત્ર!” એમ ઉગાર કર્યો. તે વખતે આસપાસનાં વૃક્ષાએ, શુકદેવજીરૂપ હાઈ, ઉત્તર વાળ્યો ! એવા સર્વ ભૂત માત્રના હૃદયરૂપ શુકમુનિને હું પ્રણામ કરૂ છું.
વિસન્ત, પિષ, સંવત ૧૯૬૧]