________________
૪૮૨
જડ અને ચિત ”
છે
હિંથી મળમાં ભળ
પદાર્થોના સમૂહ નાશ પામતા દેખાય છે, અને તેથી ઉપર સ્વીકારેલા સિદ્ધાન્ત પ્રમાણે એમનું આસ્તત્વ સપાધિક અને તુચ્છ ઠરે છે. દીવાની
જ્યોત બુઝાઈ જાય છે, અને નાશ પામી જાય છે; પર્વત વરસાદ અને પવનમાં ખુલ્લો પડેલે હાઈ ધીમે ધીમે ઘસાઈ એની રેતી થઈ જાય છે, એક ગ્રહ કે સૂર્ય બીજા સાથે અથડાઈ નષ્ટ થઈ જાય છે. આ બધા પર માણુઓના કદાચિત્ય એટલે અનિત્ય સંઘાત છે. પણ તે હવે તે વળી જણાયું છે કે પરમાણુ પોતે પણ તુટી જઈ વિદ્યુસ્કુરણરૂપ થઈ રહે છે; અને આ સ્કુરણ પણ કંઈક દહાડે મૂલ “ઈથર’–સર્વની પ્રકૃતિરૂપ આકાશ)–રૂપ ઠરશે. આમ છે તે આ સર્વ પદાર્થો–પરમાણુ સુદ્ધાં–અનિત્ય છે, આ જડ જગતમાં “ઈથર' તથા એ “ઈથર'માં ગતિ ખેંચ આદિ * જે કાંઈ નિત્ય ધર્મ હોય તે–જ કાયમ રહે છે. આ રીતે જડ વિશ્વની અત્યાર સુધીમાં જણાએલી સર્વથી મૂળમાં મૂળ પ્રકૃતિ તે ઈથર (આકાશ) છે.
પણ શું આ ઉપરથી આપણે એમ સિદ્ધ થએલું માનવું કે એ જડ ઈથર શિવાય વિશ્વમાં બીજું કાંઈ છે જ નહિ? શું એક વસ્તુ છે એટલે તે ઉપરાંત બીજી છે જ નહિ? એમ માનવું તે તદ્દન અશક્ય છે. આપણે ઉપર જોયું તો તેમાં પ્રાણુ વા જીવ એની તો વાત જ થઈ નથી. જીવ અને “ઈશર વચ્ચે યા જીવ અને ઈથરની ફૂર્તિ વચ્ચે કશે સંબન્ધ સ્થાપી શકા નથી; જીવ શું છે એ હજી જણાયું નથી. જીવ નિત્ય ન હોય ? એનું જડ ખોળિયું નાશ પામે છે તેથી એ પણ નાશ પામે છે? કે જેમ કાગળ બળી ગયા પછી એ કાગળ ગેસ રૂપમાં ઓળખી શકાતું નથી તેમ જીવ પણ એવી નવી પરિસ્થિતિમાં સંક્રાન્ત થાય છે કે જ્યાં એ એને એ છે એવું અનુસંધાન રહેતું નથી? જીવ જડ પરમાણુઓના કેઈકે વિશિષ્ટ સંઘાત સાથે આવિર્ભાવ પામતે એવો નશ્વર પદાર્થ છે કે જે સંધાતને ભંગ થતાં “ નથી” થઈ જાય છે? કે જીવ તે કઈ અજડ મૂળ પદાર્થ છે, જે જડ સંઘાતથી સ્વતન્ત્ર હાઈ એ સંઘાત દ્વારા જડ - જગતમાં પિતાને પ્રકટ કરે છે?
પ્રા. હેકલ આને તુચ્છકારભર્યા નકારમાં જવાબ વાળે છે! અને જેમ પ્રાણને એ જડને વિકાર માને છે તેમ ચિત અને વિજ્ઞાનને પણ પ્રેમ–કલા–કાવ્ય-ધર્મ તેમ જ બીજા અનેક અનુભવો, જે મનુષ્ય ઉન્નતિક્રમમાં સંપાદન કર્યા છે તે સર્વને–એ એમ જ માને છે. પણ હું તમને હાક મારીને પૂછું છું–કે શા પ્રમાણને આધારે તમે આમ કહે છે ?