________________
tr
જડ અને ચિત્ ’’
૪૯
લૌકિક મુદ્ધિના માણસથી તેા એ સમજી શકાય એવું નથી. આપણા પ્રાચીન પૂર્વજોએ એના ખુલાસા માટે કેટલીક વાર્તા ઊંડું સત્ય રહેલું છે.
કલ્પી હતી—જેમાં ઘણું
હજી આ વિશ્વની લગામ પૂરેપૂરી આપણને સોંપાઈ નથી. મનુષ્યજાતિની કેળવણી એક લાંખી ક્રિયા છે, અને હજી વહાણુ હંકારવાનું સધળું યન્ત્ર આપણા હાથમાં મૂકાયું નથી. પણ સારૂં ખેાટું વિચારવાની અને એમાંથી એક પસન્દ કરવાની સ્વતન્ત્ર શક્તિ આપણને પ્રાપ્ત થઈ છે, અને તેથી જતે દહાડે દેવાની શક્તિ અને જવાબદારી આપણામાં આવ્યા વિના રહેવાની નથી. જ્યારથી આપણુામાં પાપ કરવાની શક્તિ આવી ત્યારથી આપણા અધઃપાત થયે। એમ દેખાય છે અને દુર્ગુણી માણસ પશુ કરતાં પણ નીચે ગએલા આપણને લાગે છે—એ ખરું; પણ જ્યારે પાપની શક્તિ સાથે પુણ્યની શક્તિના વિચાર કરીએ છીએ અને ભવિષ્યમાં કેવા સારા થવાનું સામર્થ્ય આપણા હાથમાં મૂકાયું છે એ જોઈએ છીએ, ત્યારે જણાય છે કે મનુષ્યજીવન એ પૂર્વની અવસ્થામાંથી અધઃપાતની અવસ્થા નથી, પણ ઊર્ધ્વ ગતિની અવસ્થા છે.
આપણી અને પ્રકૃતિની એક્તા છે એ વાત દિલગીરી ઊપજાવનારી નથી; ખરાખર સમજવામાં આવે તે ઉલટી એ ખુશીની વાત છે. જે ઊંચામાં ઊંચા વિચાર સુધી મનુષ્ય પહેાંચી શકે છે તેનાથી ઊતરતા કાઈપણ વિચારથી એને શાન્તિ જ વળતી નથી. ખરેખરી વસ્તુસ્થિતિ કરતાં વધારે ઊંચા અને વધારે ઉમદા વિચાર સંભવતા જ નથી; આપણા ઊંચામાં ઊઁચા વિચાર એ સત્ય વસ્તુસ્થિતિની સમીપમાં સમીપ હોવા જોઇએ, નહિ તેા એવા વિચાર આપણને આવ્યા જ ન હોત; તેમ જ આપણા હૃદયની ઉચ્ચમાં ઉચ્ચ અભિલાષાએ પણ સત્યની સાથે મળતી જ હાવી જોઇએ, નહિ તે ત્યાં સુધી આપણુ હૃદય પહોંચી જ ન શકત. જ્ઞાન (knowledge) ની અને સાધુતા ( goodness ) ની ભાવના ( જે અદ્વૈતની ભાવના છે તે ) સત્ય વસ્તુસ્થિતિ કરતાં અધિક હોઈ શકે જ નહિ; માત્ર દેશ કાળ લેતાં તે અધિક જણાય, અર્થાત્ કે અત્યારે અને આ સ્થળે જે વસ્તુસ્થિતિ (દ્વૈત) જણાય છે તે કરતાં તે આગળ પડતી દેખાય. સમસ્ત વિશ્વનું તન્ત્ર આપણે ગ્રહણ કરી શકીએ તેા તેને ભાગીને પાછું મનગમતું ગાઠવવાના કરતાં, એ જેવું છે તેવું યથાર્થ ગ્રહણ કરવું—અને કાવે તેવી અયથાર્થ કલ્પના ન કરવી—એ જ આપણુને વધારે સારૂં લાગશે. વિશ્વ આપણી