________________
૫૦૦
હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ
છેલ્લે સંસાર છોડી જતા રહેવાને; એમની કુટુમ્બભાવના અવિભકત રહેવાની–એ પણ આળસ અને નિદ્યોગની પિષક.
ઉમદામાં ઉમદા વસ્તુસ્થિતિને પણ વિપરીત ગ્રહ કેવી રીતે થાય એના ઉદાહરણ રૂપે ઉપરની કલ્પના ઠીક છે. મિ. ઓમન ગયા જમાનાના સાયન્સના પ્રોફેસર હોય તે એમની પાસે ધર્મ સંબધી યથાર્થ સમજણની આશા રાખવી વ્યર્થ છે. સુભાગ્યે બકલની રીતે હવા પાણી અને પૃથ્વી માત્રથી મનુષ્યના આન્તર સ્વરૂપને ખુલાસો કરવાનો યત્ન હવે ખરે ગણતા નથી, અને ધર્મ સંબધી વિચારો તે રેગી હૃદયની કલ્પના જ નથી પણ સત્ય પરમાત્માનું દર્શન કરાવનાર આન્તર પ્રકાશ છે એ વાત પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં હવે એટલી બધી સિદ્ધાન્તરૂપ થઈ ગઈ છે કે એથી વિરુદ્ધ મત ધરાવનારને માથે સઘળા પુરાવાને બોજો રહે છે એમ કહીએ તે ચાલે. અસલ રાજ્યપદ્ધતિ જુલમી હતી એ વાતને સ્વયંપ્રકાશ સત્ય માનનાર પ્રતિ તે કાંઈ કહેવું રહેતું નથી, પણ જેઓનાં મન હજી આ સંબંધમાં વિચાર કરવાને તૈયાર છે એમને એટલું સ્મરણ આપવાનો અવકાશ છે કે–પ્રાચીન તેમ જ મધ્યયુગ સુદ્ધાની રાજ્યપદ્ધતિમાં રાજાની સત્તા તદ્દન નિરર્ગલ હતી એમ માનવું ખોટું છે. પ્રાચીન સમયમાં રાજાની સત્તા ઉપર, લોકહિતાર્થે સ્વયં નિર્ધન રહી ઉમદા સલાહ આપવાનું કાર્ય વહેનાર ગુરુઓ, તેમજ કાર્યદક્ષ મન્ત્રીઓ, તથા અનેક વર્ણના યોગ્ય અગ્રણીઓ એઓને અંકુશ હતો. મિ. એમને જે વૈરાગ્યવૃત્તિને નિર્દો છે એ મેગેસ્થિનીસના સમય પહેલાં સેકડે વર્ષથી ચાલી આવતી હતી, છતાં એવા વખતમાં હિન્દુસ્થાનનું રાજ્યતન્ન કેવું સતોષકારક હતું એ સુવિદિત છે. વળી જ્યારે આવા દેપદશેકે રાજાના જુલમની વાત કરે છે ત્યારે તેઓ એક વાત ભૂલી જાય છે કે વ્યકિત ઉપરના જુલમના ભલે ઘણું દાખલા મળે, પણ જનસામાન્ય ઉપર જુલમ થયાના દાખલા તે થોડા જ જોવામાં આવશે. લઢાઈ વખતે પણ કઈ ખેડૂતના ખેતરોને નુકશાન કરતુ નહિ એ મેગેસ્થિનીસનું અવલોકન મધ્યયુગમાં પણ ઘણે ભાગે ખરું હતું. અને તેથી જ કરીને ગુજરાતને એક ઇતિહાસકાર લખે છે તેમ, અત્રે રાજ્ય બદલાતાં છતાં લોક તો જાણે જાણતા જ નથી ! વિશેષમાં એ ખૂબ યાદ રાખવા જેવું છે કે હિન્દુસ્તાનની બ્રિટિશ અમલ પહેલાંની રાજ્યનીતિ હમેશાં “Village communities”–ગ્રામસંસ્થા અને તે સાથે જોડાએલા સ્થાનિક સ્વરાજ્યના ધારણ ઉપર રચાએલી હતી, અને તેથી હાલ કરતાં પણ એક રીતે લેકનું સ્વાતંત્ર્ય અધિક હનુ વતત્રતાનું અભિમાન ધરાવનાર ઇંગ્લંડ હજી દેશની