________________
હિન્દુસ્તાનના મેગી સંન્યાસી અને સાધુએ
૫૦૧
ભૂમિને લેાકની ભૂમિ કહી શકતું નથી, અને હજી એનું સ્વામિત્વ થાડીક વ્યક્તિના હાથમાં રાકાઈ રહ્યુ છે, અને એને પરિણામે નીચલા વર્ગની સ્થિતિ દૈવી કરુણાજનક થઈ છે એ જાણીતું છે; આપણા દેશમાં ભૂમિ હમેશાં પ્રજાની જ ગણાતી. પ્રજા ખેતી કરે અને પાકે તેમાંથી અમુક હિસ્સા રાજાને આપે—પાર્ક તા જ આપે અને ન પાકે તો એનું કાઈ નામ પણ ન લે—દેશમાં દુકાળ પડે તે રાજા એમાં પેાતાનું પાપ માને અને રાજા કાઈ વખત જુલમી થવા જાય તેા પ્રજાના અગ્રણીઓની ક્જ કે એ જુલમ પેાતાને માથે વ્હારી લઈને પણ પ્રજાસામાન્યનું રક્ષણ કરવું.
ઓછામાં ઓછાં ત્રણ ચાર હજાર વર્ષથી આ દેશમાં વૈરાગ્યની સંસ્થાએ ચાલી આવી છે; અને એટલે બધે વખત પ્રજાએ નીચે મેાઢે રાજ્યના જુલમ સહન કર્યા કર્યો એમ માનવામાં । આ દેરાના લેાકને સ્વસંરક્ષણરૂપી સામાન્ય મનુષ્યસ્વભાવ તદ્દન નિષેધવામાં આવે છે. આ કલ્પનામા ધી ભૂલ ધર્મ સંબન્ધી ખેાટી સમજણુમાંથી જ ઊપજી છેઃ ખરી વાત એ છે કે સંસાર કરતાં પણ મનુષ્યસ્વભાવને વધારે પ્રિય થઈ પડે એવા પર પદાર્થ છે, એ પદાર્થની શેાધમાં કેટલાક વિરલ પુરુષા પાતાની ઉચ્ચ સ્વભાવિક મનુષ્યતાથી દ્વારાય છે, અને એ શેાધથી પેાતાનું તેમજ જગત્નું કલ્યાણુ કરે છે; જેઓને આ શેાધમાં કાંઈ અર્થ જણાતા નથી, અને જેએ પર પદાર્થને માત્ર ઝાંઝવાનુ પાણી જ સમજે છે, તે મનુષ્ય સ્વભાવની આ વૃત્તિના હવા પાણી વગેરે ખાદ્ઘ આગન્તુક કારણાથી ખુલાસા કરવાને યત્ન કરે છે. જે પરમાત્માને સત્ય પદાર્થ માને છે અને જુએ છે, તેઓને એકવાર એમ કહેશેા કે રાજ્યના જીલસથી તમારા મનમાં આ કલ્પના ઊડી છે, તેા તેઓ આ વાત નિષેધશે, અને તમે દુરાગ્રહથી તમારા નિદાનને વળગી રહેશે તે તેને એટલે જ ઉત્તર આપશે કે એવા રાજ્યના જુલમ સદા સર્વદા હે!! અમે તે પરમાત્માને જોઇએ છીએ, અમને એ સંસાર કરતાં વધારે પ્રિય લાગે છે અને તેથી અમે એને તનમનથી ભજીએ છીએ; રાજકીય જુલમને અમારા વલણના કારણુરૂપે બતાવવાથી પણ અમારી શેાધ ખરા પદાર્થ માટે છે એ વાત મટતી નથી. ટૂંકામાં જ્યાં સુધી એ પદાર્થ શોધવા જેવા છે ત્યાં સુધી અમારા પથ પણ એ સાથે જડાએલા છે, જે દિવસે ઈશ્વર નથી એવા સિદ્ધાન્ત જગમાં માન્ય થશે, તે દહાર્ડ અમારા પન્થની ઉપચાગિતા વિષે પ્રશ્ન કરો. હાલ તે, અમે સત્યના ઉપાસક છીએ, એની ઉપાસનામાં અમારૂં જીવન ગાળીએ છીએ, અને અમને જે
"