________________
“ જડ અને ચિત”
૪૮૭
એના ઉપર અસર કરતો નથી, પહેલેથી વિચારી રાખેલા માગે એ જતું નથી? પ્રથમથી નક્કી કરેલા ઉદ્દેશ્યસ્થાનને એ શોધતું નથી.
સજીવ પદાર્થની રીત જુદી જ છે. ભવિષ્યનો વિચાર એના ઉપર ખાસ અસર કરે છે. બુદ્ધિમાન પ્રાણુને પાછળથી ધકકો દેશો તો તે એને પરવડશે નહિ; પિતાની ખુશીથી તમારૂ બોલાવ્યું એ આવશે, અને એ જ એને બરાબર લાગશે.
રચના, હેતુ–એ ચેતનનું આન્તર તત્ત્વ છે. કેટલાક આ વિશ્વમાં રચના જેવું કાંઈ સ્વીકારતા જ નથી. પણ જે મનુષ્યમાં એ ગુણ (રચના માટે જોઇતી બુદ્ધિ) જોવામાં આવે છે તે એમ કેમ કહેવાય કે વિશ્વમાં એ ગુણ નથી જેમ આપણામાં ઉદ્દેશ્ય પ્રતિ આપણી ક્રિયાઓને દેરવાની અને નિયમવાની શક્તિ છે, તેમ આખા વિશ્વમાં પણ એવું જ બુદ્ધિપુરઃસર થતું નિયમન હેય, એમ માનવું શું વધારે વેચ્યું નથી?
એક મુસાફર ડુંગરામાં ભૂલો પડયો હોય તો તે રસ્તે હાથ લાગતાં હરખાઈને કહેશે કે “સારું થયું; આ રસ્તો મને ઘેર દેરી જશે.” છે. હેકલ એમ કહેનારને હશી અને તિરસ્કારી કાઢશે, અને કહેશે કે “જડ પદાર્થમાં વળી દેરી જવાની શક્તિ કેવી ? તે જ પ્રમાણે વિશ્વમાં પણ દેરવાની શક્તિની વાત કરવી તે અર્થહીન છે. વસ્તુઓ યથાવસ્થિત–જેવી છે તેવી છે, કારણ કે છે તે કરતાં અન્યથા થવાની તેઓનામાં શક્તિ જ નથી; નહિ કે બુદ્ધિપુરઃસર તે તેવી છે. ઘાસ ઘસાઈ જઈને પગથી પડે તે પગથી કેમ જાણે કે તમે ક્યાં રહે છે, અને તે શી રીતે તેમને તમારે ઇસ્કેલે સ્થાને ઘેરી લઈ જાય? વળી, જે કાંઈ જ્ઞાન કે ઉદ્દેશ એ પગથી દર્શાવે છે તે એ પગથીમાં પિતામાં જ હોવા જોઈએ; એના પરમાણુના જ ધર્મ હવા જોઈએ. એ પરમાણુઓમાં જ્ઞાન ઈચ્છા વગેરે ધર્મોને કાંઈક અંશ કદાચ માની શકાય, અને મુસાફર એ સમજી શકે તે તે વસ્તુનો ઉપયોગ પણ કરી શકે, પણ એ પગથી કેઈપણ પ્રકારના બુદ્ધિપૂર્વક હેતુથી સર્જાએલી છે એમ કઈ માનતા હોય છે તે માત્ર વહેમને જ શરણ થાય છે, અને એવી સમજણથી એ પગથીએ ચાલતાં પર્વતની કરાટે નીકળી ખીણમાં પડે તે નવાઈ નહિ.”
આ શબ્દ હકલના પિતાના નથી, પણ રૂપવાળી ભાષામાં એમનું તાત્પર્ય જણાવીએ તે તે ઉપર પ્રમાણે છે. મારું કહેવું એવું છે કે જડ એ ચિતનું સાધન અને આશ્રય છે; ચિત દેહ ધારણ કરીને આ પરિદશ્યમાન