________________
“જડ અને ચિત
૪૮૫
અને
તે આ
સમુદાયથી માત્ર કલ્પના જ
થઈ નથી
અદ્વૈતવાદી એટલે કે જડ-અદ્વૈતવાદી કહે છે તે આ જ છે! અને આ જડ તે પણ આ પૃથ્વી ઉપર માણસના અનુભવમાં આવતા રાસાયનિક પદાર્થ જેમાં “ઈથર’ જેવા, સાયન્સના સાંકડા પ્રદેશની બહારના, અને સિદ્ધ નહિ પણ સાધ્ય માનીને સાયન્સ પ્રવર્તે છે એવા, પદાર્થને સમાવેશ થે અશક્ય છે!
‘આગળ જતાં આખરે જડ અને ચિતને કઈક આન્તર અને આવશ્યક સંબધ સિદ્ધ થશે એ વાતની ના પડાવાની નથી; જે કે અત્યારે, એ થશે જ એમ પ્રતિપાદન કરવું પણું અશક્ય છે. એમ કલ્પના કરવામાં આવી છે કે જેમ જડના પરમાણુ અને જીવન્ત પરમાણુના પરસ્પર સંબધ અને ગતિમાંથી મનુષ્યના મગજને જીવન્ત પરિમંડલ યાને અવયવજીવ (cell) બને છે, તેમ આ વિશ્વના પૃથ્વી વગેરે અસંખ્ય ગ્રહ ઉપગ્રહ સૂર્ય આદિ,
ઈથર” (આકાશતત્તવ)ના સમુદાયથી કાઈક પર એવા અણેય આત્માના મગજના અવયવજીવ બનતા હોય. આ માત્ર કલ્પના જ છે, પણ તેમાં અશક્યતા કશી જ નથી. અને સાયન્સથી એ વાત હજી સિદ્ધ થઈ નથી તેટલા માટે તત્વજ્ઞાનની દષ્ટિએ અસાધ્ય–બાધિત છે એમ ન કહેવાય. ઉપર જણાવ્યા તેવા ઉચ્ચ અર્થમાં જડ અને ચિત વચ્ચે નિત્ય અને આવશ્યક સંબંધ હોઈ શકે; બંને એક જ મૂલ પદાર્થનાં જુદાં જુદાં સ્વરૂપે હોઈ શકે; પણ જે નીચ અર્થમાં, જડ એટલે આ પૃથ્વી ઉપરની ધૂળ અને આસપાસ દેખાતા સ્થળ પદાર્થો, અને ચિત્ એટલે માણસને થતું વિજ્ઞાન, એમ સમજવામાં આવે છે, તે તે ભલે ઓગણીસમી સદીના અમુક ભાગને–જેમાં સાયન્સ ધમધોકાર કામ ચલાવ્યું છે–તેને લાયક હોય, પણ નિત્ય સત્યના સિદ્ધાન્ત તરીકે એ ટકી શકે એમ લાગતું નથી.
જડ તે ચિત નું “વાદિત્ર” કહેવાય છે? આ “વારિત્ર” શબ્દ ઉપર વિચાર કરે તો પણ, જડવાદી પિતાને સિદ્ધાન્ત બાંધતાં ખચકાય. વારિત્ર વિના સંગીતને આવિર્ભાવ અશક્ય છે. પણ વાદિત્રદ્વારા સંગીત દેહ ધરે છે એ સાધન વડે જડ જગત સાથે એ સંગીત સંબંધમાં આવે છે, હવાને અને આપણું કર્ણન્દ્રિયને હલાવે છે, અને આપણુથી ગ્રહી શકાય છે. એ વાદિત્રને બગાડશે તે સંગીત બેસણું થશે; અને ભાગશે તે તે બિલકુલ સંભળાતું બંધ થશે. પણ આટલી વાત ઉપરથી શું એમ કહી શકાશે કે આ જડ અવિર્ભાવ સિવાય “સંગીત” શબ્દને કાંઈ અર્થ જ નથી? ગવૈયાએ કાગળ ઉપર કરેલી નોંધ અને વાદિત્રમાંથી કરેલા આવિ