________________
૪૮૪
જડ અને ચિત”
સંભળાય છે, તે વખતના વિચારના તેઓ ઉત્તમ ઉપદેષ્ટા છે, પણ એ વિચાર હવે પાછળ રહી ગયા છે. એટલે હવે પ્રો. હેકલને સ્વર અરણ્યદિત જેવો જ છે. હવે એમની એક લશ્કરના અગ્રણી તરીકેની હાક રહી નથી, પણ લશ્કર બીજી તરફ વળ્યું છે, અને પોતે એક નિશાનદાર જેવા પ્રથમને ઠેકાણે નિશાન ઝાલી ઊભા છે–જો કે હિંમતથી અને દઢતાથી ઊભા છે એમાં તે શક નહિ જ. અને પિતાના વીરબધુઓને નિશાન તરફ વળવા હાક પણું માર્યા કરે છે ! પણ એમની હાક હવે હસભરી રહી નથી કિન્તુ નિરાશાથી અંકાએલી છે. ( હવે આપણે વિચાર કરીએ કે જડ અને ચિતની એક બીજા ઉપર થતી અસર વિષે “સાયન્સ”ની પદ્ધતિથી શું શું નક્કી થયું છે? સર્વને, તળીએ જતાં, સાર આટલે છે–જડ પદાર્થનું એક જાળું જેને આપણે મગજ કહીએ છીએ એ પ્રમાતા અને પ્રમિતિ (સંવિત –બુદ્ધિ) નું વારિત્ર યાને કરણુ–સાધન છે. એ કરણને જાગ્રત કરવાથી માનસિક ક્રિયા ઊપજે છે; અને એ બગડે છે કે ભાગે છે એટલે માનસિક ક્રિયા પ્રકટ થતી બન્ધ પડે છે. વળી આ ઉપરાંત એમ પણ માનવામાં આવે છે અને એ વિષે શંકા કરવાનું કારણ નથી, કે દરેક માનસિક ક્રિયામાં (અન્ને માનસિક ક્રિયાના અર્થમાં આપણે જાણી-અજાણ સઘળી માનસિક યિાને સમાવેશ કરીએ છીએ.) મગજના પદાર્થને કેટલેક ભાગ ખપી જાય છે.
ધારે કે આ સઘળું આપણે કબૂલ કરીએ, તથાપિ શું? આપણે કબુલ કર્યું છે તે એટલું જ કે ચિતને જડ ભૂમિકા ઉપર આવિર્ભાવ થવા માટે મગજજડ મગજ—એ સાધન છે, મગજદ્વારા જ આપણે ચિતને ઓળખીએ છીએ, પણ આપણે એમ કબૂલ કર્યું નથી કે જડ આવિર્ભાવમાં સકલ ચિતનો સમાવેશ થઈ જાય છે, તેમ આપણે એમ પણ માની શકીએ નહિ કે જડની બહાર ચિત-બુદ્ધિ-વિજ્ઞાનનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ જ નથી. આત્મા જડમાં મૂર્તિમન્ત-દેહવત્ત બને, પણ તે સાથે દેહની પાર પણ રહેલો હોય ખરે, મગજ એ ચિત અને વિજ્ઞાનનું ખરેખર સાધન છે, અને મગજ વિનાના પ્રાણીઓ માટે આ શબ્દ–ચિત અને વિનાનઅર્થહીન છે; પણ એટલા ઉપરથી એમ કહેવાની કોઈને છૂટ નથી કે એ શબ્દનો ઉપયોગ જે સત્ય પદાર્થ ઉપર રચાએલો છે તે પદાર્થે આપણું આ પાર્થિવ મગજ શિવાય હોઈ જ ન શકે. તેમ આપણે એમ પણ ન કહી શકીએ કે જે જડ પદાર્થ મગજને નામે ઓળખાય છે તે વિના ચેતન્યનું બીજું કોઈ સાધન સંભવી જ ન શકે. છતાં, જડવાદી યા હેકલની તરેહનો
માળખીએ છીએ પણ એ સાધન છે. ભૂમિકા ઉપર આ