________________
૪૮૦
જ જડ અને ચિત”
બીજો કેઈક આ ભૂગલ ઉપર થતી જીવનક્રિયા સંબન્ધી એકાદ ક્ષુદ્ર નિયમ ઊપજાવી કાઢી, એ વડે “ સૌન્દર્ય અને ખુલાસો કરવા યત્ન કરતા હોય તે તે વૃથા છે. એનાથી કાંઈ જ છેવટને ખુલાસો થતો નથી. એ તે માત્ર અમુક સ્થળે સૌન્દર્ય કેવી રીતે ગ્રહાય છે એટલું જ બતાવી શકે છે; પણું સૌન્દર્યનું આખ્તર સ્વરૂપ શું છે, અને એને ગ્રહણ કરનાર શક્તિ શી છે—એ વિષય તદ્દન એની હદની બહાર છે. ઊંડા અન્તમાં, અને શાન્તિને સમયે, એને પ્રતીતિ થવી જ જોઈએ કે–ખેતર વાડ વગેરે સૃષ્ટિના દેખાવો જોઈ એના મનમાં સૌન્દર્યનું જે અણુચિન્હ અને સહજ રીતે ભાન થાય છે એ મનુષ્ય આત્માની કેઈક આદ્યશક્તિ, જેનું વિશેષ પૃથક્કરણ અશક્ય છે એવી શક્તિમાંથી ઉદભવે છે. એથી મનુષ્યઆત્મામાં રહેલી કોઈક સ્વાભાવિક ઈચ્છા સંભળાય છે, કઈક ઉચ્ચ અલૌકિક અભિલાષા સંતે ખાય છે. અને જે કંઈ કવિ, નિર્જન દેશમાં કે આ પૃથ્વી ઉપર મનુષ્યઆત્મા અવતરતા પહેલાંના કાળમાં સંધ્યા સમયનાં વાદળાંની શોભા જોઈ, અથવા આકાશ મહામે સૌન્દર્યથી ઊછળતા હિમગિરિઓ નિરખી, કેઈક અપૂર્વ સત્ય આત્મા ઉપર દબાણ કરવું અને પ્રકટ થતું અનુભવે, અને એ અનુભવથી પ્રેરાઈ, પરમાત્માના સ્વરૂપાનન્દને, અચિત્ય પરિપૂર્ણતા તરફ પરમાત્મા જે સૃષ્ટિને દેરે છે એના વિકાસની બીજાવસ્થા જેઈપિતાને થતા આનન્દને – એ (મનુષ્ય આત્મા) સૌન્દર્યસમૃદ્ધિના કારણરૂપે માને–તો સાયન્સના વિઠાને એમાં વાંધો ન લેવું જોઈએ. કારણ કે રખેને, પિતે અજ્ઞાન છતાં પિતાથી મૂર્ખાઈ અને નિન્દાના શબ્દ ઉચ્ચારી જવાય.
૨ હેકલના મુખ્ય સિદ્ધાન્ત–જેના ઉપર એનું આખું તન્ન રચાએલું છે–તે બે છે. અને તેની ટૂંકામાં મતલબ નીચે મુજબ છે –
(૧) પ્રાણુ (Life), પ્રયત્ન (Wil) અને પ્રજ્ઞા યા બુદ્ધિ (Consciousness) એ જડને જ વિકાર છે.
(૨) જે વસ્તુ નિત્ય—સત હોય એ જ પરમાર્થ–સત્ય છે.
(૧) પહેલા સિદ્ધાન્તને અર્થ એ છે કે જડ એની મેળે પિતામાંથી ચેતન્ય ઊપજાવે છે. પણ હજી સુધીના સાયન્સના સિદ્ધાંત પ્રમાણે તે જીવ'માંથી જ જીવ નીપજી શકે છે (Biogenesis), અને તેથી ઉપરને સિદ્ધાત સાયન્સની હાલની માન્યતાથી વિરુદ્ધ છે;–કાંઈ નહિ તે, સાયન્સ એને ટેકો આપતું નથી એમાં તે શંકા નથી જ. ભલે ભવિષ્યમાં સાયન્સ સિદ્ધ કરે કે જીવ તે જડને વિકાર માત્ર છે, પણ હાલના સાયન્સમાં તો હજી આ સિદ્ધાન્ત સ્થાન પામી શકે નથી.