________________
જડ અને ચિત ”
૪૮૧
(૨) બીજા સિદ્ધાન્તને એ અધિષ્ઠાનપદાર્થવાદ ( Problem of Substance) કહે છે. એ માની લે છે કે ભૌનિષ્પદાર્થશાસ્ત્રીઓ એટલું તે સ્વીકારવા દેશે કે જડ (Matter) અને સ્મૃતિ–શક્તિ (Energy = સ્પન્દ') એ બે પદાર્થો હમેશાં કાયમ રહે છે–એની ઉત્પત્તિ કે વિનાશ સંભવતાં જ નથી, અથત કે એ બે નિત્ય સત છે. આ બંને માટે એ અધિષ્ઠાનપદાર્થ એટલે કે “Substance' એવો એક શબ્દ વાપરે છે અને એ અધિષ્ઠાનપદાર્થમાં છે. કહેવાતા પદાર્થ માત્રનો સમાવેશ કરે છે. આ અધિષ્ઠાનને એ પરમાર્થસત્ય કહે છે અને પરિદશ્યમાન સર્વ વસ્તુઓને એ આભાસરૂપ ગણે છે. અને કહે છે કે જડ અને સ્કૂર્તિમાં પદાર્થ માત્ર આવી જાય છે, અને આ મૂલ પદાર્થોના અન્તમાં એવું કાંઈક ગર્ભિત રહેલું છે કે જેના ગુણ ધર્મ યા વિકાર રૂપે પ્રાણ, બુદ્ધિ, સ્વતન્ત્ર કૃતિ, આત્મત્સાહ, આનન્દ વગેરે ઊપજે છે, અને આ પદાર્થો તથા તેમના આ ધર્મો મળીને આપણું આ બ્રહ્માંડ બનેલું છે એટલું જ નહિ પણ ઈશ્વર એવી જે કઈ વસ્તુ હોય તે તે આ બે પદાર્થો રૂપી જ છે.
હેકલ એના પુસ્તકના મધ્યસ્થાને રહેલા “The Problem of substance” યાને અધિષ્ઠાનપદાર્થવિચાર નામના એક પ્રકરણમાં ભૌતિક પદાર્થશાસ્ત્રની હદમાં વારંવાર પેશી જાય છે. પરંતુ એ સંબધમાં હું હાલ એટલું જ કહેવું બસ ગણું છું કે જડ અને સ્કૂર્તિની નિત્યતા મિ. હેકલ ધારે છે તેવી સ્વતઃ સિદ્ધ નથી. જાણવા જેવું છે કે હેકલના પિતાના જ જીવતાં, પરમાણુ ભાગી પડી એ પદાર્થ બની રહેવાનાં ચિહને જણાય છે કે જેને સાધારણ અર્થમાં જડ પદાર્થ ન કહી શકાય. અને એમ પણ સંભવે છે કે થોડા વખતમાં કદાચ પ્રયોગશાળામાં જડ પદાર્થના નવા પરમાણુઓ પણ ઉત્પન્ન કરી શકાશે.
છતાં, હું એટલું કબૂલ કરું છું કે હેકલના સિદ્ધાન્તમાં તત્ત્વજ્ઞાનની કલ્પના રહેલી છે, અને તે વિચારવા જેવી છે. એ કલ્પના તે સાયન્સને સિદ્ધાન્ત નથી, પરંતુ એક સંભવિત પણ કલ્પિત તર્ક છે. એક અર્થમાં એવી કલ્પના સંભવે છે કે—જે પરમાર્થ સત્ય છે તે હમેશાં કાયમ રહેવું જ જોઈએ જે વસ્તુતઃ પાયામાંથી સત–અર્થાત કે નજીવા અર્થમાં સત નહિ, પક્ષ ગંભીર અને નિરુપાધિક અર્થમાં સત–તે અસત થઈ જાય, શૂન્ય થઈ જાય, એ સંભવતું નથી. પાધિક કદાચિત્ક પરમાણુઓના સંગો ઉત્પન્ન થાય અને નાશ પામે, પણ એ સર્વના મૂળમાં એવો પદાર્થ રહેલો હોય કે જે નિત્ય જ હે જોઈએ.