________________
૪૭૮
' “ જડ અને ચિત” થઈ ગઈ છે કે પ્રકૃતિની પરિણામક્રિયામાં યા બીજા કેઈ પણ વ્યાપારમાં કાલ” એ કઈ ખરેખર પદાર્થ છે એમ માનવાને પણ તેઓ ભાગ્યે જ ખુશી હોય છે. તેઓ કહે છે–અને કદાચ યથાર્થ જ કહે છે કે “કાલ” એક ભ્રમ જ છે. આ સિદ્ધાન્તને છેક સુધી ખેંચી જાય છે, તેઓને કદાચ રેલવે ટ્રેઈન ઉપર વખતસર પહોંચવાને કે કેટલા વાગ્યા છે એમ કેાઈને પૂછવાને અર્થ જ નહિ લાગે ! લંબાઈ પહોળાઈ વગેરે પ્રસિદ્ધ પરિમાણે ઉપરાંત કેઈક ચતુર્થ જ પરિમાણનું એ રૂપ છે, એમ મને લાગે છે, પણ તેમ હૈ વા ન હે–પણ “કાલ” છે, આપણે માટે પૂરતા અર્થમાં છે. અને આપણું પરિદૃશ્યમાન અનુભવના જગતમાં–એટલે કે આ વ્યાવહારિક જગતમાં—એ જરૂરનું તત્વ છે. - તેમ જ વળી, ઘણું કરી આપણું જીવન અને પશુઓનું જીવન એક જ મૂલભૂત જીવનની શાખાઓ છે, એથી કઈ એમ ફલિત થતું નથી કે મનુષ્યની જુદી જુદી જાતિઓ ગણવવી કે મનુષ્યને પશુ પંખી અને ભાછલાથી જુદો પાડી ઓળખાવવો એ ભૂલ છે. અતિમ એકતાની આપણને ભાવનાત્મક વિચારના પ્રદેશમાં ઝાંખી થાય છે એથી કાંઈ દૈતવાદની કે બહુવાદની ભાષા નિરર્થક અને અયોગ્ય થઈ જતી નથી; અને આ અન્તઃ સ્થિત એક્તા હાલના કરતાં વધારે સ્પષ્ટ અને પૂર્ણ રીતે ગ્રહવામાં આવે તે પણ એ ભાષા એટલી જ યથાર્થ રહેવાની. જડ ચિતનું સ્વરૂપ હોય,
વા ચિત જડનું સ્વરૂપ હય, વા જડ અને ચિત બને કઈક ત્રીજા જ પદાર્થમાં - સ્વરૂપે હેય—પણ બને છે એમાં સંશય નહિ, અને વ્યવહારમાં બંનેને
ખી રીતે એકબીજાથી જુદા પદાર્થો લેખવામાં જરા પણ બાધ નથી.
જેમ વિજ્ઞાનમય જીવ અને મનુષ્યદેહ બંને એક દેવદત્ત તરીકે વ્યવહ: રવાથી પ્રકૃતિ–પુરુષના ભેદને લેપ થઈ જતો નથી, તેમ ઈશ્વર અને પ્રકૃતિ વિષે એક બીજાથી જુદા પદાર્થો તરીકે બોલવાથી દૈતવાદ- આવી. જો નથી. વળી, જેમ જડમાં વિવિધતા છે, તેમ ચિતની પણ વિવિધતા હોય
એમાં કાંઈ અસંભવિત નથી. તેમ જ એ પણ સંભવે છે કે ઈશ્વર થી ' પર છે છતાં જડમાં–આ ઇન્દ્રિયગ્રાહ્ય જગત જે આપણામાં સત્ય સૌન્દર્ય
અને સાધના માટે તીવ્ર રસ અને ઉત્સાહ પ્રેરે છે–એમાં પણ રહેલો—જડ ઈન્દ્રિયગ્રાહ્ય જગત રૂપે મૂર્તિમઃ- થએલો–છે.
: .1 આ છેલ્લે ગણવેલા ત્રણ મહાન ગુણો (૧) સત્ય (Truth)-(ર) સૌન્દર્ય (Beauty) અને (૩) સાધુતા (Goodness) એથી ગેટેની :માફક હકલને પણ આનદ આશ્ચર્ય અને ભક્તિ ઉત્પન્ન થયાં છે એ ત્રણને